બાળપણથી જ આઇસક્રિમ તો સૌ કોઇનુ ફેવરેટહોય છે. ઘણાં લોકો તો એક્સપેરીમેન્ટના એટલા શોખીન હોય કે આઇસ્ક્રીમના દરેક ફ્લેવર ટ્રાય કરી લેતા હોય છે. પરંતુ જો ફ્રુટની વાત કરવામાં આવે તો ખાટી મીઠી દ્રાક્ષ સૌ કોઇની ફેવરીટ હોય છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે દ્રાક્ષના ફ્લેવરનું આઇસક્રિમ કેમ નથી મળતું ?
દ્રાક્ષ તમને જ્યુસ, સોડા જેનમાં મળશે પરંતુ આઇસક્રિમમાં નથી કારણ કે આઇસક્રિમ દૂધથી બને છે અને દૂધ અને દ્રાક્ષનુ કોમ્બીનેશન બરાબર રહેતુ નથીં.
અન્ય એક કારણ છે કે દ્રાક્ષમાં એન્થોસ્યાનીન રહેલુ હોય છે જેનાથી આઇસક્રિમ જામી શકતુ નથી માટે દૂધ અને દ્રાક્ષ ભેગા થતા નથી જોકે તેને ટોપિંગ તરીકે યુઝ કરી શકાય. આ ઉપરાંત દ્રાક્ષમાં વધુ પ્રમાણમાં પાણી રહેલું હોય છે. જેમ કે તરબુચ, માટે તરબુચનું પણ આઇસક્રિમ મળતુ નથીં.
જો તમે દ્રાક્ષના મોટા પ્રમાણને ફ્રિઝ કરવાની ટ્રાય કરશો તે તે ફ્રિઝ તો થશે પરંતુ ક્રિમી ટેકસ્ચર મળશે નહીં જો કે અત્યાર સુધી કોઇએ ક્યારેય ગ્રેપ આસ્ક્રીમની ડિમાન્ડ પણ નથી કરી કારણ કે તે ટેસ્ટી છે પરંતુ તેમાં ક્રિમી ટેકસ્ટાર નથી ઘણી મોટી આઇસ્ક્રીમ કંપનીઓ દ્રાક્ષનું આઇસ્ક્રીમ બનાવવામાં નિષ્ફળ નિવડી છે. ૧૯૭૬માં બેન નામની કંપનીએ ગ્રેપ્સ આઇસ્ક્રીમ બનાવવાન કોશિષ કરી હતી.
બેન કં૫નીએ અંગે ગેપ્સની છાલથી આઇસ્ક્રીમ બનાવ્યો જેમાં તે સફળ નિવડી પરંતુ જ્યારે તેમણે એક કુતરાને તેને ખવડાવી ત્યારે તે કુતરો મૃત્યુ પામ્યો હતો. માટે બેકર્સે ગેપ્સ આઇસ્ક્રીમ બનાવવાનો વિચાર ત્યારથી જ છોડી દીધો અને આજ સુધી ક્યારેય કોઇપણ કંપનીએ ગ્રેપ્સ આઇસ્ક્રીમ બનાવી નથી.