ગણપતિ બાપાના સ્વાગતની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે શહેરના પંડાલો પણ ગજાનન ની સ્થાપના માટે સાજવાઈ ગયા છે. જોયું હસે કે ઘણી વખત ગણપતીજીને ઘાસ ચડાવવામાં આવે છે.જેને દુર્વા કેહવામાં આવે છે દુર્વા વગર ગણેશ સ્થાપના અધૂરી માનવમાં આવે છે.તમામ દેવી દેવતાઓમાં ગણેશજી એકમાત્ર એવા ભગવાન છે જેને ખાસ પ્રકારનું ઘાસ ચડાવવામાં આવે છે. ગજાનના બિરાજમાન સમયે એકવીસ ઘાસની તણખિયોને એકઠી કરી મશતસ્ક પર ચડાવાય છે.દુર્વા સંસ્કૃત નામ ચ એપણ આ ઘાસને અમૃતા ,અનંતા , ગૌરી , મહૌષધિ, શત્પર્વા , ભાર્ગવી નામ પરથી પણ ઓળખવામાં આવે છે.તમને જાણીને હેરાન થશે કે ગણેશજીને ચડાવાતા આ ઘાસનો ઉપયોગ આયુર્વેદ તરીકે પણ કરવામાં આવે છે. જે મસમોટા રોગોનું નિનરકારણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઘાસ પછાળની પણ પૌરાણિક ગાથા છે પ્રાચીન કાળમાં અનલાસુર નામનો દૈત્ય હતો.
Durvaજે ઋષિ મુનિઓ અને આમ લોકોને જીવતા ગળી જતો હતો અનલાસૂરના ત્રાસથી દેવરાજ ઇન્દ્ર સહિતના દેવી દેવતા અને પ્રમુખ ઋષિ મુનિઓ ભગવાન શિવ પાસે પ્રાથના કરવા જાય છે ત્યારે શિવજી કહે છે કે અનલાસૂરનો અંત માત્ર ગણેશ કરી શકે. જ્યારે ગણેશજી અનલાસૂરને ગળ્યો ત્યારે તેના પેટમાં બળતરા થવા લાગી ત્યારે કશ્યપ મુનીએ દુર્વાની ગાઠ બાંધી ગણેશજીને આપી તો તેમની બળતરાની સમસ્યા દૂર થઈ ગયી ત્યારથી ગણેશજીને દુર્વા ચડાવવાની માન્યતા છે.દુર્વા એવું ઘાસ છે જે પેટની બળતરા , માનસિક તણાવ જેવી અનેક બીમારીઓને દૂર કરે છે. ડાયાબિટીસના દર્દીઓ દુર્વાનું સેવન કરે તો તેના માટે ઔષધિ સમાન મદદરૂપ બને છે.આ ઉપરાંત દુર્વા એનીમિયાની સમસ્યામાથી નિજાત અપાવે છે અને સુંદરતા બનાવી રાખે છે , કબજિયાત , માથાનો દુખાવો , મોઢાની ચાંદી , નસકોલી , ગુપ્ત રોગ , પેશાબની તકલીફ , અથવા ગર્ભનિરોધક તરીકે મદદરૂપ બને છે .