આપણે સૌ કોઇ જાણે છે કે ડોક્ટરોની હૈંડ રાઇટિંગ સૌથી અલગ હોય છે, દવાઓના નામ એવી રીતે લખવામાં આવે છે જે આપણે તો સમજી જ ન શકીએ. પરંતુ શું તમને ખબર છે મૈટ્રિક પાસ ડોક્ટરોની હૈંડરાઇટિંગ એટલા બેકાર કેમ હોય છે ?
એક મહિલા ડોક્ટરને પુછવામાં આવ્યું કે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં આટલી અજીબ હૈંડારાઇટિંગ શા માટે હોય છે તો તેમણે જણાવ્યું કે ડોક્ટર બનવામાં તેમને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તેમણે ઓછા સમયમાં મોટી પરિક્ષાઓ ઓછા સમયમાં પુરી કરી હોય છે.
આ કાણે સમય બચાવવા માટે તેઓ ઝડપથી લખે છે. જેને કારણે તેમના અક્ષરો ગડબડિયા અને ન સમજાય તેવા બની જાય છે. જોકે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મતલબ એમસીઆઇએ બધા જ ડોક્ટરોને સુચના આપી છે કે તેઓ તેમના પ્રિસ્ક્રિપ્શનના દરેક અક્ષરો કેપિટલ લેટર્સમાં લખે અને તેમના દર્દીઓને સરખી રીતે સમજાવે કે કઇ દવા ક્યારે લેવાની છે.