ભારતીય રાષ્ટ્રધ્વજ એક રાષ્ટ્રીય સંપતિ છે જેને દરેક ભારતીય માન સમ્માનથી જુએ છે પરંતુ શું તમે જાણો છો આ રાષ્ટ્રધ્વજને બનાવનાર કોણ છે ? જી ના આપણે તેમને જાણવાની ક્યારેય કોશિશ પણ કદાચ નહીં કરી હોય તો આજે આપણે જાણીએ એ વ્યક્તિને જેણે રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કર્યો છે…
આંધ્રપ્રદેશમાં પિંગાલી વેંકયા નામના આઝાદીના લડવૈયાએ આપણાં રાષ્ટ્રધ્વજને આખરી ઓપ આપ્યો હતો. તે એક તેલુગુભાષી પરિવરમાથી આવ્યા હતા અને આઝાદીની લડતમાં ઇંડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા હતા… જેમનો જન્મ 2જી ઑગષ્ટ 1876માં થયો હતો અને 4 જુલાઇ 1963 માં આ રાષ્ટ્રધ્વજના પ્રયોજક એવા આઝાદીના લડવૈયાનું મૃત્યુ થયું હતું. ભારતને આઝાદી અપાવવા સુધીમાં આઝાદીની ચળવળ માટે અનેક સિમ્બોલિક ધ્વજ બનવામાં આવ્યા હતા. જેમાં 1947 માં પિંગાલી વેંકયા દ્વારા બનાવવામાં આવેલ ધ્વજ ને ઇંડિયન નેશનલ કોંગ્રેસ માટે રાખવામા આવ્યો હતો.
આ મહાન વ્યક્તિ જિયોલોજી, એગ્રીકલ્ચરની સાથે સાથે એક પ્રખર શિક્ષણવિદ પણ હતા જેમણે અન્ધ્ર્પ્રદેશ જે ત્યારે માછલીપટનમ તરીકે ઓળખાતું હતું તેમાં એક શૈક્ષણિક સંસ્થા ઊભી કરી હતી પરંતુ અફસોસની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી તેના આવા મહાન વ્યક્તિને તેના જન્મદિવસે પણ યાદ નથી કરતી…