ભારત દેશની નાગરિકતા પુરવાર કરતુ આધારકાર્ડ એક મહત્વનું દસ્તાવેજ છે. આધાર કાર્ડ દ્વારા તમારી બધી માહિતી સરકારને મળી શકે છે. પણ તમને યાદ છે તમે તમારા આધાર કાર્ડમાં કયો નંબર રજીસ્ટર કરાવ્યો હતો. જે લોકો બહુ બધા નંબર વાપરે અથવા નંબર બદલાવતા રહેતા હોય એના માટે આ નવી સિસ્ટમ બહુ મહત્વની છે. જેથી આધાર કાર્ડ સાથે કયો તમારો મોબાઇલ નંબર રજીસ્ટર છે તેની ખબર પડી જશે.

આધાર કાર્ડમાં નંબર જોવા માટે નીચે મુજબ કરો

સૌ પ્રથમ,UIDAIની વેબસાઇટ ઓપન કરો
આ પછી My Adharના વિકલ્પ પર જાઓ
અહીં તમે Adhar Serviceનો વિકલ્પ જોવા મળશે
આધાર નંબરની ચકાસણી માટે Adhar Serviceનો વિકલ્પ પસંદ કરો
તેના પર ક્લિક કરવાથી New Tab ઓપન થશે
અહીં આધાર નંબર દાખલ કરો અને તેની પ્રોસીડ ટુ વેરિફાઇ પર ક્લિક કરો
હવે તમને સ્ક્રિન પર,આધાર નંબર, ઉંમર, રાજ્ય અને મોબાઇલ નંબર જેવી ઘણી વિગતો જોવા મળશે
જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક હશે તો તેમાં તેના છેલ્લા ત્રણ અક્ષર દેખાશે
આવી રીતે તમારો કયો નંબર આધાર સાથે જોડાયેલો છે તેની માહિતી મળશે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.