ફળ એ આહારનું અવિભાજ્ય અંગ છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. જે લોકોના આહારમાં નિયમિત રુપથી ફળો રહેલાં છે તેનાથી બીમારી કોસો દૂર ભાગે છે. અને કદાચ ક્યારેય બિમારી માટે દવાનો સહારો નહિં લેવો પડ્યો હોય તો આવો જાણીએ કેટલાંક એવા ફળો વિશે જે બક્ષે છે નિરોગી સ્વાસ્થ્ય……
– અંજીર :– જે ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે અને હાઇ બ્લડ સુગરને પણ લેવલમાં રાખે છે. જેમાં ફાઇબર, મીનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલાં છે. જેને જમ્યા બાદ ખાવું જોઇએ…..
– બ્લુબેરી :– બ્લુબેરી મગજનાં વિકાસ માટે તેમજ યાદશક્તિ વધારવામાં લાભદાઇ છે. જેમાં એન્ટીઓક્સિડેન્ટસ પણ ખૂબ માત્રામાં હોય છે.
– કીવી :– પાચનશક્તિમાં મદદરુપ થાય છે કીવી જે પાચનક્રિયાને લગતા પ્રશ્નોને દૂર કરે છે.
– બીટ :- (બીટરુટ) : લોહીની ઉણપ હોય કે હિમોગ્લોબીન ઓછું હોય તો તે વધારવામાં બીટ રુટ ખૂબ લાભાદાઇ છે. તેમજ લોહીનાં શુધ્ધીકરણમાં પણ મદદરુપ થાય છે.
– લીંબુ :- વીટામીન સીથી ભરપૂર એવું લીંબુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને ચામડી માટે પણ ખૂબ સારુ છે. લીંબુ પાણી રોજ લેવાથી સ્કીન પણ ગ્લો કરે છે અને અન્ય લાભ પણ થાય છે.
– નોજી :- દક્ષિણ, પશ્ર્ચિમ એશિયાનું આ નાનકડું ફુટ મોટા ફાયદા આપે છે. જે તમારા હદ્યને હેલ્ધી બનાવવાની સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.
– આંબળા :- આંબળાને અમૃત ફળ તરીકે ઓળખવામાં આવે છે અને તે શિયાળામાં ખૂબ સારી માત્રામાં આવે છે જે વીટામીન સી માટેનું સારામાં સારું તત્વ છે. અને વાત કફ પીતને કંટ્રોલમાં રાખે છે. જે દરેક બીમારીનું મુળ કહેવાય છે. તો રોજ સવારે આમળાનું જ્યુસ પીવાથી અનેકો ફાયદા થાય છે. અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે.