નાની ઉંમરથી લઇને મોટી ઉંમરના લોકો બધાને ચોકલેટ મનપસંદ હોય છે. હાલના સમયમાં ચોકલેટની પણ અનેક વેરાઇટીઓ જોવા મળે છે. ત્યારે આપણે જાણીએ ચોકલેટના પર્વત વિશે જી.હા. ચોકલેટનો પર્વત ફિલીપીન્સના બોહોલની સૌથી લોકપ્રિય જગ્યા છે. આ પર્વત જોવા માટુ દુર-દુરથી લોકો આવે છે. આ પહાડ ત્રિકોણ આકારનો છે. તેને ‘ચોકલેટ હિલ્સ’ કહેવામાં આવે છે. ચોકલેટ હિલ્સ ૧૨૬૮ પહાડ જેટલો ઉંચો છે. તેની ચારે તરફ ઘાસના મેદાનો આવેલા છે.
નવાઇની વાત તો એ છે કે આ પર્વત વારે પોતાનો રંગ બદલાવે છે. ઘણી વખતએ ચોકલેટમાંથી બ્રાઉન કલરમાં બદલી જતા હોય છે. પરંતુ વધારે સમય તોએ ચોકલેટ કલરમાં જ હોય છે. આજ એક કારણ છે કે તેનું નામ ચોકલેટ હિલ્સ રાખવામાં આવ્યું છે.
ત્યાંના લોકોની એવી પણ માન્યતા છે કે એરોગો નામનું એક વિશાળ અને અજીબ પ્રાણી જેને એક સાધારણ છોકરી એલોયા સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ કંઇક કારણોસર તેનું મૃત્યુ થયું પછી તેના દુ:ખમાં એરોગો ખૂબ રડ્યો અને તેના આંસુ ત્યાં પડીને જામી ગયાં અને પથ્થર બની ગયા એનાથી જ આ પહાડ બન્યો