પર્યાવરણ આ એવો શબ્દ છે જેની ચિંતા અને ચિંતનસમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આજે આપણે અને દુનિયાભરના લોકો જીવન માટે જરૂરી એવા પર્યાવરણ જાળવણી માટે સતત કાર્ય શીલ છે. પર્યાવરણના રક્ષણ માટે માત્ર વૃક્ષો વાવવાથી કામ પતી જતું નથી. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા પણ પર્યાવરણ માટે મોટું કામ બની છે. આ વર્ષની થીમ ‘ઇકો સિસ્ટમની પુન: સ્થાપના છે’ યુનાઇટેડ નેશન્સના જણાવ્યા મુજબ આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા સૌના સહિયારા પ્રયાસો પર ભાર મુકે છે. પૃથ્વીવાસીઓએ પણ જવાબદારી પૂર્વક વર્તન કરીને તેના બચાવ કાર્યમાં જોડાવવું પડશે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા 1972માં સ્ટોક હોમની મીટીંગમાં પમી જુન વિશ્વ પર્યાવરણ દિવસ યોજવાનું જાહેર કરાયું પણ વિધિવત 1974 થી આ દિવસ ઉજવણી શરૂ થઇ હતી. દર વર્ષે અલગઅલગ દેશોના યજમાનપદે યોજવાનું 1987થી નકકી કરાયું જેના ભાગરૂપે 2018માં ભારત, 2019 માઁ ચીન, 2020 માં કોલંબીયા અને આ2021ના વર્ષે પાકિસ્તાન સમગ્ર વિશ્વની આગેવાની કરી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવશે, દર વર્ષે ચોકકસ થીમ આધારીત આ વૈશ્વિક ઉજવણીમાં ચોકકસ માર્ગદર્શન અને ગાઇડ લાઇન જાહેર કરીને પ્રોગ્રામ તૈયાર કરાય છે. ‘ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન’ એટલે તેના પુન: સ્થાપના માટે 2021 થી 2030 સુધી સંયુકત રાષ્ટ્રે દશકાની આજથી શરુઆત કરી છે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સમાંપમી જુનને વિશ્વ પર્યાવરણ દિવસ ઘોષિત કરાયો: પમી જુન 1974થી આ દિવસ ઉજવણી કરવાનું શરૂ કરાયું હતું
2021 થી શરૂ થતાં દશકાના મિશનમાં જંગલોથી લઇને ખેતરો, પહાડોથી ટોચથી લઇને સાગરની ઉંડાઇ સુધીઅબજો હેકટરને પુન જિવિત કરવાનું એક વૈશ્વિક મિશન છે, ગત વર્ષે આ થીમ જૈવવિવિધતા પર કેન્દ્રીત હતી, જે એક ચિંતા તાત્કાલીક અને અસ્તિત્વ બંને પર આધારીત હતી. ઇકો સિસ્ટમ્સ અને રીસ્ટોરેશનનો અર્થ એ છે કે કે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઇ ગયેલી ઇકો સિસ્ટમને સુધારવામાં મદદ કરવી, જેમાં એવી ઇકો સિસ્ટમનો પણ સમાવેશ થાય કેજે નાજુક કે હજી સુધી સચવાયેલી છે. આ સિસ્ટમને પાછી મેળવવા ઘણા બધા પ્રોજેકટ થઇ શકે સાથે વૃક્ષો વાવવા, પર્યાવરણની જાળવણી કરવી એ સૌથી સરળ રીત છે. દરિયાની વધતી જળ સપાટી પણ માનવ માટે ખતરારૂપ છે. કુદરતે આપેલું તમામ આપણે એ જ સ્થિતિમાં સાચવીને પૃથ્વીનું રક્ષણ કરી શકીએ છીએ પણ આપણે આપણાં પર્યાવરણને નષ્ટ કરીને આપણાં જ પગ પર કુહાડો મારીને મુશ્કેલી ઉભી કરી છે.
છોડને પાણી પાવું નવા છોડ ઉગાડવા, પાણીનો બચાવ સાથે હરિયાળી વધારવી તેમ જ નદીઓ સફાઇ વિગેરે પણ પર્યાવરણના રક્ષણના જ કાર્યો છે એ ન ભુલવું જોઇએ, આપણે સૌએ પર્યાવરણ પર દબાણ ઓછું કરવાની જરુર છે. ઇકો સિસ્ટમને અનુકુલિત અને પુન: સ્થાપિત દબાણ ઓછુ કરવાની જરુર છે. ઇકો સિસ્ટમને અનુકુલિત અને પુન: સ્થાપિત કરવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ રીતે કાર્ય કરવું પડશે. પર્યાવરણ વિદોની માન્યતા મુજબ માત્ર સ્વચ્છ ઇકોસિસ્ટમ તંત્ર સાથે જ લોકોને આજીવિકા વધારી શકાય, જળવાયુ પરિવર્તનનો પ્રતિકાર કરી શકીએ સાથે જૈવ વિવિધતાનું પતન થતું રોકી શકીએ.
1987થી દર વર્ષે જુદા જુદા દેશોના યજમાનપદે ઉજવણી કરવાનું નકકી થતાં 2018માં ભારત-2019માં ચીન-2020 માં કોલંબીયા અને 2021માં ચાલુ વર્ષે પાકિસ્તાનના યજમાન પદે વૈશ્વિક ઉજવણી થશે
આજનો દિવસ પર્યાવરણ અંગે લોક જાગૃતિનો દિવસ છે. યુ.એન.ના એક રિપોર્ટ મુજબ ગ્રહોના સંકટને પહોંચી વળવા 2050 સુધીમાં પ્રકૃતિના રક્ષણ માટે 8.1 ટ્રિલિયન અમેરિકન ડોલરના રોકાણની વિશ્વને જરુર પડશે જેમાં એકબીજા સાથે જોડાયેલી આબોહવા, જૈવ વિવિધતા અને જમીનના પતન જેવા સંકટને પહોંચી વળવા આ વાત કરાઇ છે. 1974માં પહેલીવાર આજનો દિવસ ઉજવાયો ત્યારે ‘એક માત્ર પૃથ્વી’ જેવા સ્લોગન અપાતું હતું. આજે 47 વર્ષ પછી પર્યાવરણની ભયંકર સમસ્યા સમગ્ર વિશ્વ સહન કરી રહ્યું છે.
આપણાં ભારતમાં છેલ્લા 6 વર્ષમાં જ દાવાનળની સમસ્યામાં 158 ટકા વધારો જોવા મળ્યો આપણી પૃથ્વીગ્રહ આપણું ઘર છે અને આપણે પ્રકૃતિ સાથે સદભાવથી જો રહેવા માંગતા હોય તો આપણે આપણાં પર્યાવરણને બચાવવું જ પડશે, આપણા જીવનને ટકાવવા માટે પણ હવે તેના રક્ષણની જવાબદારી સૌએ કરવી જ પડશે આજે પર્યાવરણની સમસ્યા વૈશ્વિક સ્તરે વિકટ બની છે ત્યારે સૌએ જાગવાની જરૂર છે. ઋતુ ચક્રોમાં થતા ફેરફાર સાથે ઠંડી ગરમી કે ઓછો વધારે વરસાદ પણ આજ સમસ્યાને કારણે આપણે ભોગવી રહ્યા છીએ.
વિકટ બનતી પર્યાવરણ સમસ્યા સાથે તેની દૂરોગામી અસરો અને ગ્લોબલ વોમિંગ જેવા અનેક પડકારોનું નિર્માણ થતા સમગ્ર વિશ્વ ચિંતીત બન્યું છે. આ સમસ્યા વધુ વિકરાળ બને તે પહેલા તેના સંરક્ષણ અને સંવર્ધનના પગલાઓ ભરવા જરુરી છે. સમગ્ર જીવસૃષ્ટિ સર્જન પર્યાવરણમાંથી થયું છે. આપણે સૌ પર્યાવરણનો એક ભાગ છીએ તેથી જતો પર્યાવરણ છે. મનુષ્ય જન્મે ત્યારથી જ પર્યાવરણનો નાતો જોડાયેલો છ. મનુષ્ય દેહ જળ-વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોથી બનેલો છે. અને જયારે મૃત્યુ પામે ત્યારે આજ પાંચ તત્વોમાં દેહ વિલિન થયા છે.
પધારો….. વૃક્ષ….. વધારો
આવતો…. વૃક્ષ….. વાવજો
વૃક્ષારોપણનું મહત્વ:
- વૃક્ષો હવાનું શુઘ્ધીકરણ કરી આપણને શ્વસન માટે પૂરતો ઓકિસજન પૂરો પાડે છે.
- વૃક્ષો વાતાવરણને ઠંડુ અને સામાન્ય રાખે છે. વરસાદ લાવવામાં ઉપયોગી છે. જમીનમાં પાણીનું સ્તર ઊંચે લાવવામાં અતિ ઉપયોગી છે.
- વૃક્ષો આપણી આજુબાજુના વાતાવરણને હરિયાળુ અને સુંદર બનાવે છે, આપણી સ્થાયી મિલ્કતની કિંમતમાં વધારો કરે છે.
- વૃક્ષો પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક માટે ખોરાક અને રહેઠાણ પુરુ પાડે છે.
- વૃક્ષો ઇમારતી લાકડા અને કાગળને મુખ્ય સ્ત્રોત છે, જે દેશની આર્થિક સ્થિતિમાં વધારો કરે છે.
સંકલ્પ: મહતમ વૃક્ષારોપણના કાર્યને પ્રોત્સાહન આપીને પૃથ્વી પરની સપાટીની હરિયાળીમાં વધારો કરવો.
પર્યાવરણનું સમતોલન જાળવીને કુદરતી સંતુલનમાં વધારો કરવો.
લક્ષ્ય:- લોકોમાં વનીકરણ વિશે જાગૃતતા કેળવવી જે માટે તેઓને બહોળા પ્રમાણમાં સારી ગુણવતાયુકત 6 થી 1પ ફુટ ઊંચાઇ ધરાવતા રોપાઓનું વિતરણ કરવું, જેથી તેને સીધા જ કયારામાં સહેલાઇથી રોપી શકાય