જાણો છો કે પ્રેમ અને મિત્રતા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે અને ક્યારે આપણો સૌથી ખાસ મિત્ર પ્રેમ બની જાય છે તે કહેવું થોડુ મુશ્કેલ બને છે ક્યાંક તમારી સાથે પણ એવું તો નથી બન્યું ને…..?
જો હા….. તો ચાલો જાણીએ કે કે ખબર પડશે કે તમારા મિત્ર સાથે જે રિલેશન છે તે માત્ર મિત્રતાનું છે કે પછી પ્રેમના…..? તેના માટે કેટલીક ખાસ બાબતો પ્રત્યે ધ્યાન દોરવું રહેશે. અને બાદમાં જ દરેક શંકાઓ દૂર થશે.
– જો તમારા મિત્ર હંમેશ તમારા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે અને કોઇ અન્ય વ્યક્તિ સાથે તમને જોઇને તેણે જલન થાય છે તો આ સંબંધ મિત્રતાથી વધારે છે.
– તમારી ફ્રેન્ડ તમારા એક ઇશારા પર કંઇ પણ કરવા તૈયાર રહે છે તો એવામાં ક્લીયર છે કે એ તમને તેના દોસ્ત કરતા વધુ સમજે છે.
– જો યુવતી બીજા કોઇ તરફ જોવાનું પણ પસંદ ન કરે અને તમારી સાથે દરેક પ્રોબ્લેમ શેર કરે છે તો સમજ એ તમારા પ્રેમમાં છે.
– યુવતીઓને પોતાનાં પ્રેમી પાસેથી ખુશામત સાંભળવી ખુબ જ ગમે છે જો એવું છે તો સમજો એ પ્રેમ છે.
– તેની લાઇફથી જોડાયેલી નાનામાં નાની વાત હોય કે પછી મોટી વાત બધી વસ્તુની ચર્ચા કરવા પહેલા તમારી સાથે રહે અને પોતાના દરેક નિર્ણયમાં તમને સાથે રાખે તે તમને પ્રેમ કરે છે.