પુરાતનકાલીન ભારતીય હિન્દુ પરંપરા અનુસાર તર્પણ હંમેશા નદી કિનારે જ કરવામાં આવે છે. તમે ક્યારેય વિચારર્યુ છે શા માટે તર્પણ કરી નદી કિનારે જ કરવામા આવે છે…..? શું બીજા કોઇ સ્થાન પર તર્પણ કરી શકાય?
ઇતિહાસ સાક્ષી છે કે સંસારની બધી સભ્યતાઓ નદી કિનારે જ છે. આ માટે જ નદીને પવિત્ર માનવામાં આવે છે. દરેક પવિત્ર કામ આ માટે જ નદીના કિનારાઓ પાસે પુરા કરવામાં ઓ છે. તર્પણને પણ એક શુભ કાર્ય માનવામાં આવે છે. આથી તેને પણ નદી કિનારે જ કરવામાં આવે છે.
આ પાછળ એક એ પણ કારણ છે કે શ્રાધ્ધ એવી જગ્યાઓ ઉપર કરવું જોઇએ જ્યાં કોઇનું આધિત્પના હોય નદી અને તળાવ પવિત્ર માનવામાં આવે છે. આથી તર્પણ નદી કિનારે કરવું જોઇએ. શ્રાધ્ધના પક્ષમાં પિતૃનું તર્પણ કરવાના કાર્યને મુખ્ય માનવામાં આવે છે.
એક માન્યતાએ પણ છે કે પાણીમાં તર્પણ કરવાથી આહાર સીધો પિતૃને મળે છે. માણસોની ઉત્પતી પણ થાણી થી જ થઇ હતી. અને મૃત્યુ બાદ તેમની અસ્થિઓને પાણીમાં જ વિસર્જન કરવામાં આવે છે.