વોટ્સએપ ઉપર મેસેજ ફોરવર્ડ કરતા અથવા ગ્રુપ એડમીન બનતા પહેલા ચેતજો
સોશિયલ મીડિયા અને વેબ નેટવર્કની દુનિયામાં આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે, આપણે મેસેજ અથવા ચેટ ડીલીટ કર્યા છે તો અન્ય વ્યક્તિને ખ્યાલ નહીં આવે પરંતુ ડિજીટલ માધ્યમો સતત તમારી દરેક પ્રતિક્રિયા પર વોચ રાખે છે. આજે લગભગ તમામ સ્માર્ટફોન ધારકોના ફોનમાં વોટ્સએપ છે પરંતુ આ વોટ્સએપ પર તમે અમુક વસ્તુ કરશો તો એ જ વોટ્સએપ તમને જેલ હવાલે કરી શકે છે.
ફેસબુકની કંપની વોટ્સએપ ફેક ન્યુઝ ક્રાઈમ ફેલાવવામાં વિશ્ર્વસનીયતા ગુમાવી ચુકયા છે. જેમાં વોટ્સએપ ગ્રુપનો પણ ફાળો છે. આપણે ઘણી વખત અન્યના મેસેજો ફોરવર્ડ કરતા હોય છીએ કેટલાક ગ્રુપમાં એડમીન પણ બનતા હોય છીએ પરંતુ ટેકનોલોજી એટલી આગળ વધી ચૂકી છે કે, તે વોટ્સએપ વપરાશકર્તાઓ માટે જોખમી સાબીત થઈ શકે છે.
વોટ્સએપ ઉપર ફેક ન્યુઝને અટકાવવા ફોરવર્ડ સીસ્ટમ કરવામાં આવી હતી. માટે હવે પ્રોસ્ટીટયુટની પ્રવૃતિને પ્રોત્સાહન આપનારને વોટ્સએપ બક્ષશે નહીં. આ ઉપરાંત ખ્યાતનામ વ્યક્તિઓના અથવા સેલીબ્રીટીના ફોટા સાથે છેડછાડ કરીને વોટ્સએપ પર ફોરવર્ડ કરનારાઓ પર પણ વોચ રાખવામાં આવશે. મહિલાઓની છેડતી, અન્યના નામે વોટ્સએપ એકાઉન્ટ, ધાર્મિક લાગણી દુભાવતા મેસેજીસ, લોકોને ગેરમાર્ગે દોરનારી અફવાઓ અથવા ફેક ન્યુઝ તેમજ તેનાથી થતી હિંસા અટકાવવા પોલીસ સતત વોંચ લેશે.
આ ઉપરાંત પ્રતિબંધીત આઈટમોના વેંચાણ, સંવેદનશીલ વિષયો ઉપર ટીપ્પણી, કાયદાકીય નિયમોના ભંગ, નાર્કોટીકસ અથવા નશીલા પદાર્થનું વોટ્સએપ ઉપર વેંચાણ, બાળ યૌનશોષણને પ્રોત્સાહન અથવા લોકોને પોર્નોગ્રાફી તેમજ ધૃણાસ્પદ વસ્તુઓ વોટ્સએપના માધ્યમથી મોકલનારાઓને હવે જેલ ભેગા કરાશે.