ભારતીય ભૂમિની વિગતો ભારત બહાર લઈ જવાશે તો “માસ્ટર કાર્ડ” જેવાના બેહાલ થઈ જશે!!

આજના 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાઓ વિકાસતા મોટાભાગની સુવિધાઓ ઘેર બેઠા, આંગળીના ટેરવે જ મળતી થઈ છે. જોકે આ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન પણ ડિજિટલી બનતા ડેટા સ્ટોર તેમજ પ્રાઈવેસી પણ એક મોટો મુદ્દો બન્યો છે. આજના સમયે “ડેટા ઈઝ ધ કિંગ”નો એપ્રોચ વધુ વ્યાપક બન્યો છે. હવે મસલ, મની કે અન્ય કોઈ પાવર નહીં પણ ડેટા પાવર જ મહત્વનો ભાગ ભજવશે. ત્યારે આ માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વના પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

લેન્ડ ઓફ લો

ડેટા સેન્ટરો ઊભા કરી તમામ વિગતો ભારતમાં જ સ્ટોર કરવા મુદ્દે  RBIનો “માસ્ટર” નિર્ણય; વધુ એક અમેરિકી કંપની સામે આકરી કાર્યવાહી

નવા માસ્ટરકાર્ડ પર રોકના નિર્ણયથી જુના ગ્રાહકોને કોઈ અસર નહીં થાય:  RBI

ત્યારે આ તરફ વધુ એક મહત્વનું પગલું ભરી રીઝલ્ટ બેંકે વધુ એક અમેરિકી કંપની માસ્ટર કાર્ડ પર આકરી કાર્યવાહી કરી છે. ભારતમાં માસ્ટર કાર્ડના નવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. લેન્ડ ઓફ લો…. ભારતના જમીનની કાયદાનું પાલન ફરજિયાત પણે કરવું જ પડશે અન્યથા વિદેશી કંપનીઓ પર તવાઈ બોલાવવામાં આવશે. તેમ સોશિયલ મીડિયા કંપની સામે કાર્યવાહી કર્યા બાદ  માસ્ટર કાર્ડ કંપની સામેની કાર્યવાહીએ ફરી સાબિત કરી દીધું છે.

જણાવી દઈએ કે વર્ષ 2018માં લાગુ કરાયેલા નિયમમાં ઉલ્લેખ છે કે બેંકોની વિગતો, ડેબિટ-ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની વિગતો સહિતની કોઈપણ આંકડાકીય વિગતો ભારતની બહાર લઇ જઈ શકાતી નથી. એટલે કે આ તમામ ડેટાનું સ્ટોર અને તેનું સંચાલન ભારતમાં જ કરવાનું રહે છે. પરંતુ આ નિયમનો અમેરિકી કંપની માસ્ટર કાર્ડએ ઉલ્લંઘન કરતા આરબીઆઈ દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ જો ભારતીય ભૂમિની વિગતો ભારત બહાર લઈ જવાશે તો માસ્ટર કાર્ડની જેમ તમામના હાલ બેહાલ થઇ જશે..!!

માસ્ટર કાર્ડ ત્રીજી એવી અમેરિકી કંપની છે જેની સામે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આ માસ્ટર કાર્ડ કંપની  ભારતમાં ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી બીજી સૌથી મોટી કંપની છે. જો કે આ નિર્ણયથી માસ્ટર કાર્ડ ધરાવતા જૂના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય તેમ આરબીઆઇએ જણાવ્યું છે. આ નવો નિર્ણય 22 જુલાઇથી અમલમાં આવશે. આરબીઆઈ દ્વારા લેવાયેલા કડક નિર્ણય સામે કંપનીએ દલીલ કરી છે કે ડેટા સેન્ટર ભારતમાં ઉભા કરવા માટે વધુ નાણાંકીય ભંડોળ જોઈએ અને આ માટે પૂરતું આર્થિક ભંડોળ ન હોવાથી તે નિયમનું પાલન કરી શકી નથી.

જો કે આ માટે પૂરતો સમય અને તક આપ્યા બાદ પણ અમેરિકી કંપની દ્વારા નિયમનું પાલન ન કરાતા અંતે આરબીઆઇ દ્વારા પર પ્રતિબંધ મૂકી દેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજના ડિજીટલ યુગમાં માહિતીના આદાન પ્રદાને પણ ડિજીટલ સ્વરૂપ ધારણ કરતાં ડેટા સ્ટોરીંગ અને તેનું સંચાલન અતિ મહત્વનું બન્યું છે. માસ્ટરકાર્ડ કંપની દ્વારા ભારતમાં પૂરતી મહોલત અને તક આપ્યા બાદ પણ ડેટા સેન્ટર ઉભા ન કરાતાં આરબીઆઈ દ્વારા રોક લગાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.