રસ્તા પર ચાલતી વખતે તમે એની પર પીળી અને સફેદ લાઇન જોઇ હશે. કેટલાક લોકોએ એની પાછળનું કારણ જાણવાનો પણ ટ્રાય કર્યો હશો, તો કેટલાક લોકો એવું સમજતાં હશે કે આ રસ્તાને ડેકોરેટ કરવા માટે બનાવવામાં આવે છે. પરંતુ આ પાછળ કારણ કંઇક અલગ છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આ લાઇનો કેમ બનાવવામાં આવે છે.

1. સોલિડ વ્હાઇટ લાઇન :
આ લાઇન એ વાતનો નિર્દેશ કરે છે કે ગાડી એક જ લેનમાં ચાલશે, એટલે કે જે લેન પર હશે તે જ લેન પર ચાલશે.

2. ડબલ સોલિડ યેલો લાઇન :
અહીંયા તમે પાસિંગ અને ઓવરટેક કરી શકતાં નથી.

3. તૂટક યેલો લાઇન :
આ લાઇન હેઠળ પાસિંગ કરી શકાય છે.

4. સોલિડ યેલો લાઇન વિથ બ્રોકન યેલો લાઇન :
જો તમે તૂટક રેખાઓ સાઇડ ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમે સરળતાથી ઓવરટેક કરી શકો છો, પરંતુ તમે બીજી તરફ ગાડી ચલાવી રહ્યા છો તો ઓવરટેક કરી શકતા નથી.

5. બ્રોકન વ્હાઇટ લાઇન :
રસ્તાની વચ્ચોવચ એક નિશ્વિત અંતર પર બનેલી સફેદ લાઇન્સ એ વાતનો નિર્દેશ આપે છે કે અહીં લેન બદલી શકાય છે.

6. વન સોલિડ લાઇન :
આ રેખા હેઠળ પાસિંગ અને ઓવરટેક કરી શકાય છે, પરંતુ તમારે પીળી લાઇનને ક્રોસ કર્યા વગર ઓવરટેક કરવાની હોય છે. આ સાથે સાથે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.