તમે ઘણીવાર ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તાઓ પર બનેલી સફેદ અને પીળી પટ્ટીઓ જોઈ હશે. આ સ્ટ્રીપ્સ વિવિધ રસ્તાઓ પર અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. પાકા રસ્તાઓની શ્રેણીમાં, 5 વિવિધ પ્રકારના રસ્તાઓ છે, દરેકમાં ઓવરટેકિંગના અલગ-અલગ નિયમો છે. અહીં તમને આ પટ્ટાઓનો અર્થ જણાવવામાં આવી રહ્યો છે.
રસ્તા પર ચાલતી વખતે તમે એની પર પીળી અને સફેદ લાઇન જોઇ હશે. કેટલાક લોકોએ એની પાછળનું કારણ જાણવાનો પણ ટ્રાય કર્યો હશે, તો કેટલાક લોકો એવું સમજતાં હશે કે આ રસ્તાને ડેકોરેટ કરવા માટે બનાવવામાં આવે છે. પરંતુ આ પાછળ કારણ કંઇક અલગ છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આ લાઇનો કેમ બનાવવામાં આવે છે.
1. સોલિડ વ્હાઇટ લાઇન :
આ લાઇન એ વાતનો નિર્દેશ કરે છે કે ગાડી એક જ લેનમાં ચાલશે, એટલે કે જે લેન પર હશે તે જ લેન પર ચાલશે.
2. ડબલ સોલિડ યેલો લાઇન :
અહીંયા તમે પાસિંગ અને ઓવરટેક કરી શકતાં નથી.
3. તૂટક યેલો લાઇન :
આ લાઇન હેઠળ પાસિંગ કરી શકાય છે.
4. સોલિડ યેલો લાઇન વિથ બ્રોકન યેલો લાઇન :
જો તમે તૂટક રેખાઓ સાઇડ ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમે સરળતાથી ઓવરટેક કરી શકો છો, પરંતુ તમે બીજી તરફ ગાડી ચલાવી રહ્યા છો તો ઓવરટેક કરી શકતા નથી.
5. બ્રોકન વ્હાઇટ લાઇન :
રસ્તાની વચ્ચોવચ એક નિશ્વિત અંતર પર બનેલી સફેદ લાઇન્સ એ વાતનો નિર્દેશ આપે છે કે અહીં લેન બદલી શકાય છે.
6. વન સોલિડ લાઇન :
આ રેખા હેઠળ પાસિંગ અને ઓવરટેક કરી શકાય છે, પરંતુ તમારે પીળી લાઇનને ક્રોસ કર્યા વગર ઓવરટેક કરવાની હોય છે. આ સાથે સાથે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે.
રસ્તા પર એક સફેદ સીધો પટ્ટાનો શુ મતલબ
તમે જોયુ હશે કે રસ્તા પર વચ્ચે એક સીધો સફેદ પટ્ટો દોરવામાં આવ્યો હોય છે. રસ્તા પર દોરવામાં આવેલો આ સફેદ પટ્ટાનો મતલબ છે કે તમે જે લાઈનમાં ચાલો છો તેમાં જ ચાલો. તેને ક્રોસ કરી તમે બીજી લાઈનમાં ન જઈ શકો. આવુ કરવાથી તમે તેના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. આવામાં ટ્રાફિક પોલીસ તમને ચલણ આપી શકે છે.
રસ્તા પર બનેલ બે સફેદ અને પીળી સીધો પટ્ટાનો શુ મતલબ
રસ્તા પર ગાડી ચલાવતા વખતે તમે જોયુ હશે કે કેટલાક રસ્તા પર બે સીધા પટ્ટા હોય છે જેમાં સફેદ અને પીળી કલરનો હોય છે. રસ્તા પર આ બે સીધી લીટી પરનો મતલબ છે તમે તમારી લેનમાં ચાલતા રહો. અહી તમને લેન ક્રોસ કરી બીજી તરફ જવાની સખત મનાઈ છે અને જો તમે છતા પણ આવું કરો છો તો પોલીસ તમને ચલણ આપી શકે છે. આ ઉપરાંત તમે અહી યુ ટર્ન પણ લઈ શકતા નથી. તેમજ બીજી તરફ જઈને પણ ઓવરટેક કરી શકતા નથી.
રસ્તા પર બનેલ એક ટુટી લાઈન સાથે સીધી લાઈનનો મતલબ
તમે રસ્તા પર વચ્ચે એક સીધી પીળી લાઈન અને એક ટુટી પીળી લાઈન બન્ને સાથે સાથે જોવા મળે છે. આનો મતલબ એવો થાય છે કે જો તમે ટુટેલી પીળી લાઈન તરફ ગાડી ચલાવી રહ્યા છો તો આપ ઓવરટેક કરી શકતા નથી. પરંતુ જો તમે સીધી પીળી લાઈનની તરફ તમે ઓવરટેક કરી શકતા નથી.
સીધી સફેદ લાઈન
રસ્તા પર જે સ્થિતિ સફેદ લાઈન બનેલી હોય છે તેનો અર્થ છે કે તમારે આ લાઈન પર જ ચાલવાનું છે. જે લાઈન પર તમે ચાલી રહ્યા છો
વચ્ચે વચ્ચેથી તૂટેલી લાઈન
રસ્તા વચ્ચે જે તૂટેલી સફેદ લાઈન હોય છે તેનો અર્થ હોય છે કે તમે આ લાઈન પરથી ગાડીની લાઈન બદલી શકો છો અથવા તો અન્ય ગાડીને ઓવરટેક કરી શકો છો. જો રસ્તા પર તૂટેલી લાઈન ન હોય અને સળંગ સીધી લાઈન હોય તો તેનો અર્થ છે તમારે અન્ય વાહનને ઓવરટેક નથી કરવાના.
રસ્તા વચ્ચે કરેલી બે સફેદ લાઈન
જો રસ્તા વચ્ચે બે સફેદ લાઈન બનેલી હોય તો તેનો અર્થ પણ છે કે તમે ઓવરટેક નથી કરી શકતા. તમારે અન્ય વાહનની સાથે જ ડ્રાઇવ કરવું પડશે આવા રસ્તા પર ભૂલથી પણ ઓવરટેક ન કરવું.
પીળા રંગની સિંગલ લાઈન
રસ્તા પર સફેદને બદલે પીળા રંગની સિંગલ લાઈન હોય તો સમજી લેવું કે તમે આ લાઇન ને ક્રોસ કરી શકતા નથી. તમે વાહનને ઓવરટેક કરી શકો છો પરંતુ તે લાઈનને પાર જઈને નહીં. જો રસ્તા પર બે પીળી લાઈન બનેલી હોય તો તેનો અર્થ છે કે તમે ઓવરટેક પણ કરી શકતા નથી અને અન્ય વાહનને પાસ પણ આપી શકતા નથી.
રસ્તાના કિનારે બનેલી પીળી લાઈન
રસ્તા ના કિનારે જેપીડી લઈને બનેલી હોય છે તેનો અર્થ છે કે તમે તેની ઉપર કાર પાર્ક કરી શકતા નથી. જો તમે તેના ઉપર કાર પાર્ક કરો છો તો તમને દંડ લાગી શકે છે.