આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે અને ચંદ્ર તા પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
આથી ઘણી વાર સૂર્યનો પ્રકાશ અવરોધાય છે. તેને ગ્રહણ કહે છે.
જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે ‘સૂર્યગ્રહણ’ થાય છે.
અને જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે ‘ચંદ્રગ્રહણ’ થાય છે.
સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય જોવું ન જોઇએ. સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.