આ Valentine વીક પર એક વિડીયો ક્લિપ જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે.આમાં આંખોના ઇશારાથી ઈશ્ક બતાવવામાં આવ્યો છે. આ વિડીયોને સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ કરવામાં આવ્યો છે. ટુક સમયમાં આ વિડીયોએ યુવાનોના દિલ જીતી લીધા છે.આ Valentine વીક પર આ વિડીયો પ્રેમનું પ્રતિક બની ગયો છે.
શું તમને ખબર છે આ વિડીયોની સ્ટોરી શું છે?
હકીકતમાં, આ વિડીયો ક્લિપ મલયાલી સોંગ ‘Manikya Malaraya Poovi’ની છે. આ સોંગ અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ નું છે. આ ગીતમાં આંખોના ઈસારાથી પ્રેમી કપલને વાત કરતા બતાવવામાં આવ્યા છે. આ ગીત શાન રહેમાને કંપોઝ કર્યું છે. સ્કૂલ રોમાન્સને બતાવતા આ ગીત યુટ્યુબ પર વધારે લોક ચાહના મેળવી છે.ટુક સમયમાં આગીત ટોપ ટ્રેન્ડીંગમાં સામેલ થઇ શકે છે.ક્લિપમાં બતાવવામાં આવેલ એક્ટ્રેસ પણ ચર્ચામાં છે. આ છે મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની ડેબ્યુ ફિલ્મ.