નાના બાળકો હંમેશા ન્હાવામાં આનાકાની કરતા હોય છે. પરંતુ મોટા થયા બાદ તો આપણે સ્વછતાની પુરે પુરી તકેદારી રાખતા હોય છીએ. પરંતુ શું તમે જાણો છો સ્નાન રાત્રે કરવું જોઇએ કે સવારે ?
જે લોકોને સવારે સ્નાન કરવાની આદત છે. તેવા લોકોને સ્નાન લીધા વગર ઉંઘ ઉડતી નથી આખો દિવસ તેમનો ન્હાયા વિના વ્યર્થ જાય છે. તો ઘણા લોકો એવા છે જે મોર્નિગ વર્કઆઉટ બાદ સ્નાન લેતા હોય છે. જો કે એક્સપર્ટોના મતે સવારે ઠંડા પાણીથી નહાવાથી એક કપ કોફી પીધા જેટલી એનર્જી મળે છે.
જે લોકો રાત્રે ઉંઘ ન આવતી હોય તેમણે રાત્રે સ્નાન લેવું આમ કરવાથી જલ્દી ઉંઘ આવે છે. સુવાને ૯૦ મિનિટ પહેલા સ્નાન કરવું જોઇએ, સ્નાન કરવાથી શરીરમાંથી દિવસભરનો થાક દુર થઇ જાય છે. નિષ્ણાંતોનાં મતે ૫ થી ૧૦ મિનિટ સુધી સ્નાન કરવું યોગ્ય છે તેથી વધુ ન્હાવાથી ત્વચાને નુકશાન પહોંચે છે. પરંતુ શું શરીરને સાફ કરવા માટે સમય જોવો જરુરી છે? એમ તો તમે કોઇપણ સ્નાન લઇ શકો છો. પરંતુ તે વ્યક્તિગત ચોઇસ પર આધારીત છે. પરંતુ રાત્રે ન્હાવાથી જલ્દી ઉંઘ મળે છે તો સવારે ન્હાવાથી ઉંઘ ઉડી જાય છે.