આજે વર્લ્ડ લાયન્સ ડે છે ત્યારે રાજકોટ સાવજોના બ્રીડીગ સેન્ટર તરીકે અત્યંત સફળ રહ્યું છે.બે અલગ અલગ ક્ષેત્રમાંથી સિંહ અને સિહણને ઝૂમાં લઈ આવવામાં આવે એવા સંજોગોમાં પણ ભોગોલીક વાતાવરણની અનુકુલ્તાની સાથે મનમેળની સાનુકુળતા પણ બંધાઈ જાય છે.આવી સફળતાની ફળશ્રુતિરૂપે રાજકોટની ધરત પર જન્મેલા સાવજોનો વટ આજે ગુજરાત બહાર પણ છે.અત્યાર સુધીમાં ૧૩ જેટલા સાવજો પંજાબ,લખનઉ,ભિલાઈ, સહીતના ક્ષેત્રોમાં ત્યાના ઝૂમાં ગર્જના કરીરહ્યા છે.
રાજકોટમાં ઝૂમાં જનમતા સિંહનું નામકરણ તેની રાશી મુજબ કરવામાં આવે છે.સિંહ બળ જન્મે એટલે સમય અને ચોઘડિયું નોંધીને રાશી મુજબ શું નામ રાખવું ટે નક્કી કરવામાટે મહાનગરપાલિકા અને પ્રાણી પ્રેમીઓ પાસેથી નામના સુચન કરવાનું કહેવામાં આવે છે.રાજકોટ ઝૂમાં જન્મેલા સાવજો સફેદ વાઘ,હિમાલયન રીંછ જેવા દુર્લભ કહી સકાય એવા પ્રાણીઓ રાજકોટ ઝૂને મેળવવામાં નિમિત બન્યા છે.
રાજકોટ માટે ગર્વ લેવા જેવી બાબત છે અહીની ધરતી પર જન્મ લીધો હોય એવા સાવજો પંજાબ,લખનઉ,અને જુનાગઢ ઝૂમાં ડણકી રહ્યા છે.