ફ્રિઝ એ રસોડાનું એક જરૂરી સાધન બની ગયું છે અનેક ખાદ્ય સામગ્રી તેમાં સચવાય છે અનેક એવી વસ્તુઓ જે વરસ આખા માટે તેમાં ફ્રોઝ કારીને પણ રાખવામા આવે છે. પરંતુ ફ્રીઝની કેટલીક મર્યાદાઓ પણ છે જેમાં અમુક પ્રકારની ખાદ્ય સામગ્રી રાખવી એ યોગ્ય નથી, જેને ફ્રિઝમાં રાખ્યા બાદ તેને આરોગવાથી સ્વાસ્થયને નુકશાન થાય છે. તેમાની એક વસ્તુ એટલે ડુંગળી. તો આવો જોઈએ કે ડુંગળીને ફ્રિઝમાં રાખવાથી શું થાય છે?
વર્તમાન સમયમાં સ્ત્રીઓ રસોઈમાથી સામાની બચત કરવા લસણ,આદું મરચાં, ડુંગળી વગેરે રોજના મસાલાની પેસ્ટ બનાવી રાખી મૂકે છે પરંતુ એવું કરવાથી તે વસ્તુ ઓક્સિડાઈઝ થાય છે જે સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા છે. જેમાં ડુંગળીને સૌથી વધુ અસર થાય છે.
ડુંગળીને સુધારીને રાખવાથી તેમાં ઝડપથી બેક્ટેરિયા લાગે છે. અને તે બગળી જાય છે.
સામાની બચત કરવા માટે ડુંગળીને સુધારી અથવા પેસ્ટ બનાવી ફ્રિઝમા રાખવા કરતાં જરૂર પડે ત્યારે ફ્રેશ સુધારવી જોઈએ.
અને જો ખરેખર એવું જરૂરિયાત છે કે તેને ફ્રિઝમાં રાખવી જ પડે એમ છે તો તેવા સમયે ડુંગળીને સુધારી કોઈ સારા પેપરમાં વિટીને રાખવી જોઈએ જેથી ગરમ અને ઠંડુ પણે અનુકૂળ વાતાવરણ મળી રહે.