ચશ્મા , પહેલાના સમયમાં સાન ગ્લાસિસ માત્ર તલકા સામે આંખનું રક્ષણ કરવા પહેરવામાં આવતા હતા. પરંતુ વર્તમાન સમયમાં ચશ્મા એ ફેશનનું પ્રતિક બન્યા છે. તેવા સમયે ચશ્મામાં પણ વિવિધતા આવી છે. અને ફેશનની ઘેલછા પાછળ તમે ટ્રેન્ડને તો અપનાવો છો પરંતુ શું ચશ્મની એ પેટર્ન તામારા ચહેરા પર શુટ થાય છે એ જોયું છે??? તો આવો જોઈએ કે કેવા ચહેરા પર કયી સ્ટાઇલના ચશ્મા શોભે છે…
ગોળ ચહેરો…
ગોળ ચહેરામાં લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોય છે, અને તે નાજુક ડેકવ આપતો હોય છે, તો એ ચહેરા પર ચોરસ ફ્રેમના ચશ્મા વધુ શુટ થાક એહ જે ચહેરાના આકારને વધુ આકર્ષક બનાવે છે. ગોળ ચહેરા માટે આ ઉપરાંત એવા ચશ્માની પસંદગી કરવી જોઈએ જેની ડિઝાઇન ગળણી ઉપરની સઇદ આવે એ રીતે પસંદ કરવી જોઈએ.
ચોરસ ચહેરો…
ચોરસ ચહેરાના આકારમાં કપાળ અને જલબનો ભાગ પહોળો હોય છે અને લગભગ બંનેની પહોળાઈ એકસમાન જેવી હોય છે તો તેવા ચહેરા માટે તમરે લેમ્બ ગોળ આઠવા ગોળા ચશ્માની ફ્રેમ પસંદ કરવી જોઈએ. અને એ ફ્રેમમાં ચશ્માની દાંડી ફ્રેમની વચ્છકે નહીં પરંતુ ઉપરના ભાગમાં હોય તો વધુ શુટ થાય છે.
હાર્ટ શેપ…
હાર્ટ શેપ કહો કે ત્રિકોણ ચહેરો બંને લગભગ એક સમાન જેવા જ છે જેમાં કપાળ અને ગલનો ભાગ પહોળો હોય છે જ્યારે દાઢીનો ભાગ પાતળો હોય છે. તો એ પ્રકારના ચહેરા માટે તમાએ રેગ્યુલર, લમ્બ ગોળ અથવા ગોળ ફ્રેમની પસંદગી કરી શકો છો.
લમ્બ ગોળ ચહેરો…
લમ્બ ગોળ ચહેરો એ સંતુલિત ચહેરો માનવમાં આવે છે તેના પર ચશ્માની કોઈ પણ આકારણી ફ્રેમ સારી લાગે છે તદુપરાંત જો તમે આ પ્રકારના ચહેરા પર મોટી સાઈઝના ચશ્મા વધુ શોભે છે. પરંતુ ધ્યાન એ બાબતનું રાખવું કે ખૂબ ઘાટા અને પાતળી ફ્રેમના ચશ્માની પસંદગી ન કરવી.
ડાયમંડ શેપ…
ડાયમંડ શેપનો ચહેરો ગાલના ભાગથી પહોળો તેમજ કપાળ અને દાઢીના ભાગથી પાતળો હોય છે તો તેવા ચહેરા માટે તમારી આખ હાઇલાઇટ થાય એવા પ્રકારના ચશ્મા પસંદ કરવા જોઈએ. તેમજ રીમ લેસ, સેમી રીમ લેસ, ગોળ ફ્રેમ ટ્રાય કરી શકો છો. અનેય સૌથી શ્રેષ્ઠ લૂક આપતી ફ્રેમ એટલે કેટ આઈ ફ્રેમ.
લાંબો ચહેરો…
લાંબા ચહેરાનો શેપ પહોળા કરતાં લાંબો વધુ હોય છે અને દાઢી અણી વાળી હોય છે. તો તેના માટે તમે મોટી ફ્રેમના ચશ્મા પસંદ કરી શકો છો. અને ખાસ એ કે તમે સાકળા કે નાની ફ્રેમના ચશ્માની પાસનદી ન કરો જે તમારા આ પ્રકારના ચહેરાને વધુ લાંબો લૂક આપે છે.