ઉંમર વધવાની સાથેસાથેએમના શરીરમાંપણ બદલાવ આવતા રહેછે આપણે બધા જાણીએ જ છીએ કે શરીર માટે પોષણ પૂરું પાડવાનો મુખ્ય સ્રોત ખોરાક છે. એનું મહત્વ જીવીએ ત્યાં સુધી અકબંધ છે, પરંતુ જીવનની શરૂઆતનાં વર્ષોમાં જ્યારે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે ત્યારેએ પોષણ માનવું અત્યંત અગત્યનું છે. આજે જાણીએ 30 વર્ષની ઉંમર દરમ્યાન કઈ રીતે આપણે પૂરતું પોષણ મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ
30 વર્ષની ઉંમરે એક્સરસાઈઝની સાથે કેટલાક પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવા ખૂબ જ જરૂરી છે. જેથી એવા ખોરાક ખાવા જેમાંથી આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, પોટેશિયમ અને વિટામિન્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જેથી આજે અમે તમને એવા જ 7 ફૂડ્સ વિશે જણાવીશું. જે 30 વર્ષની ઉંમરમાં ડાયટમાં સામેલ કરવા જ જોઈએ.
1. દહીં
દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
- ઓટમીલ
સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.
3. સોયા પ્રોડક્ટ્સ
સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.
- દૂધ
ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે, જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ એ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે.
5) લીલી પત્તેદાર શાકભાજીઓ :
લીલા પાનવાળી શાકભાજી કેલ્શિયમ માટેનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેથી કેલ્શિયમ માટે તમારે તમારા ડાયટમાં લીલા પાનવાળી શાકભાજીઓને સામેલ કરવી જોઈએ. જેમ કે સરસિયાની ભાજી, પાલક, કોબીજ વગેરેમાં સારાં પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ લાલા પાનવાળી શાકભાજીમાં 100થી લઈને 190 એમએલ સુધી કેલ્શિયમ હોય છે.
6.બીન્સ
બીન્સને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. ફ્રેન્ચ, લીલી અને સ્નેપ બીન્સને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ સિવાય પ્રોટીન, ફાઈબર અને અન્ય કેટલાક જરૂરી પોષક તત્વો પણ હોય છે. આને બાફીને કે કાચા-પાકા પકાવીને ખાવા જોઈએ
7 સોયાબીન
સોયાબીન બહુ જ પૌષ્ટીક અને સ્વાસ્થ્યવર્ધક આહાર છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ સિવાય તેમાં ફાઈબર, આયર્ન, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ સારી માત્રામાં હોય છે. સોયાબીનમાં એસ્ટ્રોજન હોય છે. જે બોન ડેન્સિટી માટે જરૂરી છે. આના નિયમિત સેવનથી વ્યક્તિ આખો દિવસ ચુસ્ત રહે છે.