આંખ ફરકવા પાછળ લોકોનું કહેવું છે કે આ તો સારું-ખોટું થવાના સંકેત છે, પરંતુ વિશેષજ્ઞોની માનીએ તો તેની પાછળ બીજું લોજિક હોય છે. જાણો, આંખો ફરકવા પાછળનું લોજિક…  – આંખ ફરકવી તે એક સામાન્ય લક્ષણ હોય છે. તેમાં આંખની આસપાસની માંસપેશિઓ જાતે જ સંકુચિત થાય છે જેનાથી મુંઝવણ અને પરેશાની થાય છે, પરંતુ કોઇ નુકશાન થતું નથી.  – કેટલાય વિશેષજ્ઞોનું માનવું છે કે વધારે કેફીન અને શરાબનું સેવન કરવું તે પણ આંખ ફરકવાનું કારણ હોઇ શકે છે. જો તમે કેફીન (કૉફી, ચા, સોડા પૉપ વગેરે) અથવા શરાબનું સેવન વધારે કરી રહ્યા છો તો તમને આંખ ફરકવાની સમસ્યા સર્જાઇ શકે છે.   – આંખ ફરકવાનું બંધ કરવા માટે હાઇડ્રેટેડ બન્યા રહો, વધારે ઊંઘ લો, જોર-જોરથી પલકારા ઝપકાવો, આંખોની ખૂબ જ કોમળતાથી મસાજ કરો, પાંપણોને 30 સેકેન્ડ્સ સુધી ઝપકાવી રાખો, પોતાની આંખોને અર્ધ-ખુલી અવસ્થામાં લાવો, આંખોની કસરત કરો, પોતાને એક્યૂપ્રેશર મસાજ આપો, આંખોની હાઇડ્રોથેરાપી ટેક્નિક્સને અજમાવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.