સામાન્ય રીતે મુખ્યમંત્રીનો હોદ્દો હોય અને એમાં પણ જો મુખ્યમંત્રીનો પોતાનો જન્મદિવસ હોય તો તો વાત જ ના થઈ શકે… ધામ ધૂમથી જન્મદિવસ માનવમાં આવે… પરંતુ અહિયાં વાત કરીએ છીએ આપણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તો વાત અલગ જ હોય એ તો સ્વાભાવિક જ છે… સામાન્ય માણસ એટ્લે કે કોમન મેન નું બિરુદ મેળવતા વિજય રૂપાણી તકલીફ માં પડેલી જનતાને જોઈ અને પોતે પોતાનું સર્વસ્વ ભૂલી જઈ અને લાગ્યા છે લોકોની મદદ કરવા અને ગુજરાતના ભાઈ બહનોને મુશ્કેલીમાં જોઈ પોતે પણ તેમની સાથે અને તેમની વચ્ચે તેમની તકલીફો જાણવા પહોચી ગયા છે આજે તેમની પાસે…. તો ચાલો જોઈએ કઈ રીતે તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો….
સૌ પ્રથમ તેમણે શરૂઆત કરી પાલનપુર મુકામે આવેલા દેરાસરથી અને પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી આશીર્વાદ મેળવ્યા હતા.
પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાળી રહેલા પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી આશીર્વાદ મેળવ્યા હતા.
ત્યારબાદ તેમણે બનાસકાંઠા જિલ્લામાં નાણોદર ગામની પ્રત્યક્ષ મુલાકાત લીધી.
બનાસકાંઠા જિલ્લામાં નાણોદર ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. આ વિસ્તારોમાં જે અતિ ભારે વરસાદ થયો તેનાથી સર્જાયેલી વિકટ સ્થિતિનો ચિતાર ગ્રામજનો સાથે સંવાદ કરીને મેળવ્યો હતો. હું નરમાં નારાયણ જોઉ છું, તેથી મારો જન્મદિવસ આ આપત્તિગ્રસ્ત ગ્રામજનો વચ્ચે મનાવવાની મને તક મળી છે.
ત્યારબાદ તેઓ પહોચ્યા એન. ડી. આર. એફ ની ટીમ પાશે અને કરવામાં આવેલી કામગીરી ને બિરદાવી હતી..
બનાસકાંઠા જિલ્લામાં નાણોદર ગામની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. પુરની પરિસ્થિતિ દરમ્યાન એન. ડી. આર. એફ ની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી ખુબ જ સરાહનીય છે.
કાણોઠી ગામમાં અતિ ભારે વરસાદ થયો તેનાથી સર્જાયેલી વિકટ સ્થિતિનો ચિતાર ગ્રામજનો સાથે સંવાદ કરીને મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કાણોઠી ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. આ વિસ્તારોમાં જે અતિ ભારે વરસાદ થયો તેનાથી સર્જાયેલી વિકટ સ્થિતિનો ચિતાર ગ્રામજનો સાથે સંવાદ કરીને મેળવ્યો હતો.
નાણોદર ગામમાં અતિ ભારે વરસાદ થયો તેનાથી સર્જાયેલી વિકટ સ્થિતિનો ચિતાર ગ્રામજનો પાસેથી મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં નાણોદર ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. આ વિસ્તારોમાં જે અતિ ભારે વરસાદ થયો તેનાથી સર્જાયેલી વિકટ સ્થિતિનો ચિતાર ગ્રામજનો સાથે સંવાદ કરીને મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા વિધાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માન. મુખ્યમંત્રીશ્રી રાહત નિધીમાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ઉંઝા એ.પી.એમ.સી, ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક, રાજપથ કલબ અને કર્ણાવતી ક્લબ, ક્રેડાઇ, ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સુરત, જૈન સમાજ સુરત, ગુજરાત યુનિ.,અમદાવાદ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી રાહત નિધીમાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા અને પાટણ ઉપર અતિવૃષ્ટિ થવાથી જે પૂરના પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે તેમાંથી આ જિલ્લાઓને પુનઃ પૂર્વવત્ કરવા અને જનહિતલક્ષી કામો તથા વિકાસના કામોમાં પ્રજાકીય સહયોગથી પૂરના પ્રકોપને પુરુષાર્થથી જીતવા ગુજરાતભરના શ્રેષ્ઠીઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપી રહ્યાં છે.
ધાનેરામાં જૈન મુનિવર્યોના ચાતુર્માસ અવસરે અભિવાદન જૈન શ્રેષ્ઠીઓ અને ગ્રામજનોએ કર્યુ હતું
ધાનેરામાં શ્રી ધાકા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આચાર્ય ભગવંત યશોવિષયજી મહારાજ સાહેબ અને અન્ય જૈન મુનિવર્યોના ચાતુર્માસ અવસરે અભિવાદન જૈન શ્રેષ્ઠીઓ અને ગ્રામજનોએ કર્યુ હતું.આ અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં દાનનો અસ્ખલિત પ્રવાહ આવી રહ્યો છે. નાણાંના અભાવે કોઇ રાહત કાર્ય અટકશે નહીં. ગુજરાત ઉપર સંતશક્તિના આશીર્વાદ હંમેશા રહ્યાં છે ત્યારે આ ત્રાસદીમાંથી સંતો-ભગવંતોના આશીર્વાદથી ગુજરાત ઝડપભેર બેઠું થશે જ.
પાલનપુરમાં ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ- ઇફકો દ્વારા રૂ. 1 કરોડનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
પાલનપુરમાં ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ- ઇફકો દ્વારા રૂ. 1 કરોડનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ પર આવી પડેલી અતિવૃષ્ટિની તારાજીમાંથી આ વિસ્તારોને પૂર્વવત કરવા મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા કરેલી અપીલને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.