આપણે જોઈએ જ છીએ કે ભારતમાં વધારે લોકોનું મૃત્યુ થવાનું કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના અત્યાર સુધી અબજો કેસ છે. પણ એ ખબર છે હાર્ટ એટેક થવાના ક્યાં કારણો છે. હાર્ટ એટેક ઉત્પન્ન કયથી થાય છે. કેવી રીતે થાય છે. મુખ્ય હૃદય ધમનીને લગતા એથિરોસ્ક્લેરોસિસ સાથે સંકળાયેલું છે. તેનું એન્ટિરિયર, પોસ્ટીરિયર અથવા ઇન્ફિરિયરમાં પેટાવર્ગીકરણ કરી શકાય છે. ટ્રાન્સમ્યુરલ ઇનફાર્ક્ટ્સ હૃદય સ્નાયુની સમગ્ર જાડાઇમાં ફેલાય છે અને તે સ્થાનિક વિસ્તારમાં રૂધિર પુરવઠાના સંપૂર્ણ બ્લોકેજને કારણે થાય છે.
હાર્ટ એટેક જયારે આવે ત્યારે તેના લક્ષણો :
- છાતીમાં દુખાવો થવો, છાતી ભારે થઇ જવી
- દબાણ અથવા સ્કિવઝિંગનું અનુભૂતિ થાય છે દુખાવો ઘણી વાર ડાબા કાંડા સુધી પહોંચે છે પરંતુ ઘણી વાર તે નીચેના જડબામાં, ગળામાં અને જમણા કાંડા, પીઠ અને એપીગેસ્ટ્રીયમ સુધી પહોંચે છે જ્યાં હૃદ દાહ થઇ શકે છે.
- પરસેવો થવા લાગવો ,નબળાઇ, હળવા ચક્કર આવવા, ઉબકા આવવા, ઉલટી થવી, અને હૃદયના ધબકારા ઝડપી અને અનિયમિત બનવાનો સમાવેશ થાય છે.
- હાથ સુન્ન પડી જવા
- શરીરનું કોઈ અંગ કામ કરતુ બંધ પડી જવું
હાર્ટ એટેક થવાના કારણો :
- વધારે પડતું સ્મોકીંગ કરવું
- ફાકી ખાવી
- માનસિક તણાવ ને લીધે પણ થાય છે
- ચિંતા કરવાથી થાય છે
- વધારે પડતી ચરબીને કારણે પણ થાય છે
હાર્ટ એટેકને અટકાવવાના ઉપાયો :
- દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે.
- જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે.
- સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.
- પીપળાના 10 થી 15 પાન એવા લો કે જે કોમળ હોઈ અને એને પાણીથી સાફ કરી તેને એક ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળો જ્યારે પાણી ઉકળીને ત્રીજા ભાગનું રહી જાય તો તેને સાફ મુલાયમ કપડાંથી ગાળીને કોઈ ઠંડી જગ્યાએ ગાળીને મૂકી દો. આ દવાને દરરોજ જમ્યા પછી લેવાથી 15 થી 20 દિવસ કરવાથી હદયનું સ્વાસ્થ્ય પાછું જળવાઈ રહે.