સ્કિન કૅર દરેક છોકરીનો બેસ્ટ ફ્રેંડ હોય છે. ઇંટરનેટ પર સ્કિન કૅરની ઘણી બધી માહિતીઓ ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી કોને ચૂઝ કરવું, તેને લઈને વિમાસણની સ્થિતિ પેદા થઈ જાય છે. તેથી અમે આપને આ લેખ વડે તે બેસ્ટ સ્કિન કૅર અને ટિપ્સ બતાવવા જઈ રહ્યાં છીએ કે જે સેલિબ્રિટીઓ અજમાવે છે.
આ સેલિબ્રિટી મહિલાઓ આ હોમમેડ ટિપ્સ વડે માત્ર ઑનસ્ક્રીન જ નહીં, પણ ઑફસ્ક્રીન પણ હેલ્ધી સ્કિન મૅંટેઇન કરે છે. અને આપ જાણીને આશ્ચર્યમાં પડી જશો કે આમાંની ઘણી સેલેબ્રિટી મહિલાઓ સ્કિન કૅરનાં સરળ ઘરગથ્થુ ઉપચારો અને કુદરતી પ્રોડક્ટ્સ અજમાવે છે.
પોતાનાં બિઝી શિડ્યુઅલ છતા દીપિકા દરોજ સ્કિન કૅર રૂટીન ફૉલો કરે છે. તે નૅચરલ પ્રોડક્ટ કે હેમ રેમેડી અપનાવવાનું પસંદ કરે છે. દીપિકાની બ્યુટી ટ્રીટમેંટમાં બૅબી ઑયલ કે નારિયેળ તેલની ડેઇલી મસાજનો સમાવેશ થાય છે. તેને પોતાનીજાતને હાઇડ્રેટ રાખવી પસંદ છે અને તે દરરોજ આઠ ગ્લાસ પાણી પીવે છે. હેલ્ધી અને ગ્લો ઇન સ્કિન માટે દીપિકાનાં આહારમાં સામાન્યતઃ કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનનું એકદમ યોગ્ય મિશ્રણ સામેલ હોય છે. પોતાની સ્કિન ફ્રેશ રાખવા માટે તે દિવસ દરમિયાન એસપીએફ સાથે મૉઇશ્ચરાઇઝર તથા રાત્રે હાઇડ્રેટિંગ મૉઇશ્ચરાઇઝર યૂઝ કરે છે.
પ્રિયંકાનું શિડ્યુઅલ એવું છે કે જેમાં તેને 24×7 ઉડવાનું હોય છે અને તેથી પીસી પોતાનું સ્કિન કૅર રૂટીન નથી છોડતી. તે પોતાની સ્કિનને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે બાયો-સેલ્યુએલોઝ ફેશિયલ ટ્રીટમેંટ અપનાવે છે. આ તે પહેલી વસ્તુ છે કે જે મેકઅપથી પહેલા તેની સ્કિન પર ઍપ્લાય થાય છે. પીસી હેલ્ધીસ ઈટિંગ હૅબિટ પણ મૅંટેઇન કરે છે કે જેમાં લિંબુ પાણી, નારિયેળ પાણી, હળદરનો દૂધ સામેલ હોય છે કે જેથી તેની સ્કિન ચમકદાર રહે છે.
બૉલીવુડની મોટાભાગની દિવાસ સ્કિન કૅર ટ્રીટમેંટ માટે તમામ નૅચરલ રેમેડીઝ પર ભરોસો કરે છે. તેમાં ઐશ્વર્યાની વાત કરીએ, તો તે ડેડ સ્કિન હટાવવા માટે બેસન, દૂધ તથા હળદરથી તૈયાર હોમમેડ ફેસ પૅક લગાવે છે. આ ઉપરાંત તે ઘરે પોતે ફેસ મૉસ્ક તથા મૉઇશ્ચરાઇઝર બનાવે છે. તે દહીંને નૅચરલ મૉઇશ્ચરાઇઝર તથા ટાઇટ કાકડીને ફેસ મૉસ્ક તરીકે યૂઝ કરે છે. સનસ્ક્રીન પણ તેની બ્યૂટી કૅરનો મહત્વનો ભાગ છે.
કૅટની હેલ્ધી તથા ચમકદાર ત્વચાનું રહસ્ય હેલ્ધી ડાયેટ તથા નૅચરલ પ્રોડક્ટ છે. તે મિનરલ ક્લે પૅકનો ઉપયોગ કરે છે કે જે પિંપલ અને ડાઘા-ધબ્બાઓ દૂર રાખવામાં મદદ કરે છે. તે સખત ઈટિંગ હૅબિડ ફૉલો કરે છે અને જે વસ્તુ તે ખાય છે, તેમાં પૌષ્ટિકતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. કૅટ શ્રેષ્ઠછ સ્કિન પામવા માટે બાફેલી શાકભાજીઓ અને વીટગ્રાસ પર ફરોસો કરે છે. પોતાનું સૌંદર્ય વધારવા માટચે તે દરરોજ ગ્રીન ટી લે છે. બ્યુટી ઑયલ તેની ફેવરિટ પ્રોડક્ટ છે કે જે તે નિયમિત રીતે પોતાની સ્કિન અને વાળ પર લગાવે છે
અનુષ્કાની હેલ્ધી તેમજ ગ્લોઇંગ સ્કિનું સીક્રેટ ડેઇલી ડિટૉક્સીફિકેશન છે. તે લીમડા પાવડર, દહીં, ગુલાબ જળ અને દૂધથી બનેલ હોમમેડજ લીમડા ફેસ પૅકનો ઉપયોગ કરે છે. લીમડું કે જે એંટી-બૅક્ટીરિયલ, એંટી-ફંગલ અને એંટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી યુક્ત છે, અનુષ્કાનો મનપસંદ પ્રાકૃતિક ઉપાય છે. આ ઉપાય તેને ખીલ અને ચહેરાથી વધારાનું તેલ નિકાળવામાં મદદ કરે છે. અનુષ્કા બહુ બધુ પાણી પીવે છે, યોગ્ય આહાર લે છે અને દરરોજ રાત્રે સૂતા પહેલા મેકઅપ સાફ કરે છે.
દિવસની શરુઆત સાથે જ હેલ્ધી સ્કિન માટે એક દિનચર્યા તૈયાર કરવા પર ભરોસો કરે છે. તે પોતાની સ્કિનનાં ડિટૉક્સી માટે એટલે ઝેરી પદાર્થો કાઢવા માટે દિવસની શરુઆતમાં ગરમ પાણી સાથે મધ અને લિંબુનું જ્યુસ લેવું પસંદ કરે છે. સોનમ હેલ્ધી સ્કિન મૅંટેઇન કરવા માટે દરરોજ સ્કિન ક્લીંઝિંગ તથા ટોનિંગ કરવા પર પણ ભરોસો કરે છે. પોતાની સ્કિનને ડી-ટૅન કરવા માટે સોનમ સમયાંતરે બેસન અને દૂધનું હોમમેડ મિક્સ્ચર તથા પોતાની સ્કિનને ટાઇટ રાખવા માટે મુલ્તાની માટીનાં પૅકનો ઉપયોગ કરે છે. સોનમ મૉઇશ્ચરાઇઝર પર પણ ભરોસો કરે છે અને ક્યારેય પોતાની સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાનું નથી ભૂલતી. તો આ રીતે આપે જાણ્યુ આ સેલેબ્રિટીસની સુંદર ત્વચાનું સીક્રેટ, તો હવે તેમનાંથી પ્રેરણા લો અને હેલ્ધી સ્કિન માટચે તેમને પોતાના ડેઇલી રૂટીનમાં સામેલ કરો.