પ્રાચીન સમયમાં ભારતને ”સોને કી ચીડીયા” થી ઓળખાતો। ભારત વેપારમાં , લેતી દેતી કરવામાં સોનાં ના સિક્કાનો
ઉપયોગ થતો. માનવામાં આવે છે દેશ માં સૌપ્રથમ સોનાના સિક્કાની ખોજ કુશન સ્મ્રાટ કરી હતી. આ સોનાને ધાર્મિક, વેપાર, માંગલીક પ્રસંગમાં સોનાને ખુબ મહત્વ આપે છે. સોનાને અમૂલ્ય રત્ન અને સુંદર રત્ન પૂજવામાં આવે છે. આપણા દેશમાં કેહવત છે માંગલિક પ્રશંગ માં” સોના મોટા હારની ભેટ નઈ પરંતુ સોના નો દોરો”. સોનુ જન્મ થી લઇ ને મૃત્ય સુધી સાથે હોઈ છે. જન્મ થાઈ ત્યારે સોનાની ભેટ ઝબલામાં આપે છે અને મૃત્યના સમય બધું સોનુ ઉતારીલે છે, પરંતુ એક સોનાની પાતળી છીપ પાર્થિવ દેહના મોઢામાં રાખવામાં આવે છે.
શું કામ સોનાને જ ઉચ્ચ મહત્વ અપાય છે ?????
આપણે બધા ને ખબર છે , આપણા દેશમાં ઘણા અમૂલ્ય રત્ન હોવા છતાં પણ સોનાને સૌથી ઉચ્ચ મહત્વ આપવામાં આવે છે. લગ્નઃ પ્રસંગે દીકરીને સોનાના હેમનો હાર દેવામાં આવે છે,સોનાને આપણે પવિત્ર ધાતુ માનવામાં છે,દેશમાં પ્રથા છે. કઈ પણ નાના મોટા પ્રસંગ સોનાની ભેટ આપવી,ઘણા કુંટુંબમાં આજે પણ વારસાગત સોનુ હોઈ છે, એક પેઢી થી બીજી પેઢીને આપવામાં આવે છે. પૂર્વજો એવું માને છે કે સોનુ એક જીવની મિલકત છે જે ક્યારે જૂનું થતું નથી એની કિંમતમાં ઘટારો નથી આવતો એટલે જ દેશમાં પહેલાની પરંમપરાને ધ્યાનમાં રાખીને દીકરી ને હેમનો હાર આપે છે.
પણ આજે ઘણા લોકો હેમના હારનું રહસ્ય જાણતા નથી.આજે અપણે એની જ વાત કરવાની છે,ચલો જાણીયા સોનાના હાર ને હેમનો હાર શું કામ કહે છે ??.
ભારતમાં પ્રાચીન કાળથી લઈને આજના યુગ સુધી સોનાની ભેટ આપે છે.પવિત્રં મને છે સાથે સોનુ એક જીવની મૂડી માનવામાં આવે છે. કહેવાય છે સોનું જો સલામત રીતે સાચવી રાખેલું હોઈ ત્યારે એજ સોનુ સારા નરસા સમયમાં કામ આવે છે. દીકરીના લગ્નઃ સમય માં-બાપ કપડાં કરતા સોનાના દાગીના આપે છે, જે માં -બાપ ની સ્થિતી નબળી હોઈ છે છતાં પણ પોતાની દીકરીને ફૂલ નઇ પણ ફૂલ ની પાંદડી આપે છે. જેમાં સોનાનો દોરો , બુટી, ચૂક આપે છે. આનું મહત્વ એ છે દીકરી પાસે સલામતની મિલકત પોતાની પાસે રહે, સાસરે સારા ખરાબ સમયમાં આ સોનુ કામ આવે.દીકરાને ઘરમાં ભાગ આપે તો દીકરીને સોનુ આપે જેથી દીકરી આર્થિક રીતે ઢાંકેલી રહે કોઈ પાસે હાથના લંબાવો પડે.આથી સોનાના હારને હેમનો હાર કહેવામાં આવે છે અને દીકરી ને જે દાગીનોનો આપે છે તેને હેમ નો હાર કહેવામાં આવે છે.