ધરતીનું સ્વર્ગ…
સ્વર્ગના સપના બધા જોતાં હોય છે, પરંતુ હકીકતમાં સ્વર્ગ કેવું છે એ કોયે જોયું નથી. સ્વર્ગ છે કે નથી એ પણ કોય જાણતું નથી. જ્યારે ધરતી ની નીચે આવેલી આ 7 જગ્યાઓ ને જોઈને તમે પણ માની જશો કે ના ખરેખર સ્વર્ગ તો અહીં જ છે.
1.હૈંગ સોન ડુંગની ગુફા: વિયતનમ :-
સોન ડુંગ ગુફા દુનિયાની સૌથી મોટી ગુફા છે. વિયતનામના એક ચર્ચિત રાષ્ટ્રીય ઉદ્ધયાંનામા આ ગુફા આવેલી છે. આ ગુફા 20 થી 50 લાખ વર્ષ જૂની છે.પ્રકૃતિના ખોળામાં રમતી આ ગુફા 5 કિમી લાંબી છે. આ ઉપરાંત આ ગુફા 200 મીટર ઊંચી અને 150 મીટર પહોડી છે.
2.પ્યુર્ટો પ્રિંસેસાની ભૂમિગત નદી: ફિલીપીંસ
આ દુનિયાની સૌથી લાંબી ભૂમિગત નદી છે, ત્યાં જવા માટે તમારે હોળીનો સહારો લેવો પડે છે. વર્ષ 2012માં દુનિયામાં સામેલ થયેલ આ ભૂમિગત નદી ફિલીપીંસના પલાવન દ્વીપ પર સ્થિત છે.
- ઓઝાર્ક્સ ક્વર્ન્સ ગુફા: અમેરિકા
અમેરીકામાં સ્થિત મિસૌરી પ્રાંતમાં સ્થિત આ ગુફાને 1880ના દાયકમાં શોધી હતી. આ ગુફા અંજેલ શૉવર્સના નામથી મશહૂર ફુવારા માટે પ્રસિદ્ધ છે. આ ગુફાના છતથી ટપકતું પાણીની કેટલીક ધારા કેલ્સાઇટથી બનેલ બાથટબ જેવી આકૃતિમાં પડતું જોવા મળે છે. ખરેખર આ મનમોહક દ્ર્શ્યને જોઈને આવું લાગે છે કે જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય…
4.સલીના તુરડા: રોમાનિયા…
રોમાનિયાના ટ્રાન્સિલવાનીયામાં સ્થિત મીઠાની આ ખાણ વર્ષ 1992 માં પર્યટકો દ્વારા ખોલવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 20 લાખ પર્યટક પોતાની આંખો થી આ સુંદર ખાણને જોઈ ચૂક્યા છે.
- રીડ ફ્લૂટ ગુફા: ચીન
અલગ અલગ રોશનીથી સજાવેલી લાઈમસ્ટોનની આ ગુફા લગભગ 180 મિલિયન વર્ષ જૂની છે. આ ગુફાને બીજા યુદ્ધ દરમ્યાન એક જાપાની સૈનિક દ્વારા મળી હતી.
- સ્પ્રિંગ્બ્રુક પાર્ક સ્થિત નેચૂરલ બ્રિજ: ઓસ્ટ્રેલીયા
ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બ્રેકથી લગભગ 100 કિમી ના અંતર પર સ્થિત આ સુંદર ઝરણું એક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. આ સુંદર દ્ર્શ્યને જોવા માટે લખો લોકો આ જગ્યા પર આવે છે.
- પોકો એંકાંટડો: બ્રાઝિલ
બ્રાઝીલની આ સુંદર ગુફા વિષે ઘણા લોકોને જાણકારી નથી, તેથી આ ગુફા પર વધારે પર્યટક જોવા મળતા નથી. પરંતુ જે લોકો આ સુંદર જગ્યાને નિહાળી ચૂક્યા છે તે લોકો આ જગ્યાને સ્વર્ગના રૂપમાં જ માને છે. આ ગુફા માત્ર એવા લોકો માટે છે જે સાંતીથી પોતાનો સમય વીતવાવ માંગે છે. આ ગુફામાં નાની મોટી ઘણી ઝીલ જોવા મળશે આ ઉપરાંત આ બધી ઝીલ લીલા રંગમાં જોવા મળે છે જે લોકોના મન ને મોહી લે છે…
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com