140 કરેક્ટર્સ ટ્વીટ નો ઇતિહાસ જલ્દી બનશે. Twitter જલ્દી જ ટ્વીટ કરેક્ટર્સ ની લીમીટ ડબલ કરવા જઈ રહ્યું છે. Twitter એ 280 કરેક્ટર્સ ટ્વીટ નું ટેસ્ટીંગ શરૂ કરી દીધું છે, અને તેની માહિતી Twitter એ ટ્વીટ કરીને આપી છે.
Twitter પર 140 કેરેક્ટરની મર્યાદાને કારણે ઘણી વખત અમુક ખાસ લેખો લખવા માટે મુશ્કેલી નો સામનો કરવો પડતો એટલા માટે આ એક સારા સમાચાર છે. હવે તમે Twitter પર 280 કરેક્ટર્સ ટ્વિટ કરી શકશો. Twitter આ માટે પરીક્ષણ કરી રહ્યું છે. Twitter ના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ પોતે આ માહિતી આપી.
ટેસ્ટિંગ પ્રોસેસ દરમ્યાન નક્કી કરેલા અમુક યુઝર્સ ને 280 કરેક્ટર્સ સુધી ટ્વીટ કરવાની સુવિધા મળશે. ત્યાર બાદ ટેસ્ટ સફળ બન્યા પછી બધા યુઝર્સ માટે 280 કરેક્ટર્સ ટ્વીટ કરી શકશે.
Twitter ની લીમીટ શરૂઆતમાં 160 કરેક્ટર્સ હતી પછી તેની સંખ્યા 140 પર મર્યાદિત કરવાનો કંપનીએ નિર્ણય લીધો અને બ્લોગ દ્વારા કહ્યું હતું
Twitter ને વિશ્વાસ છે કે કરેક્ટર્સની સીમા વધવાથી વધુ લોકો ટ્વીટ કરશે.