– પૌરાણિક કથાઓ અનુસાર કૈલાશ પર્વત શિવ-શંભુનું ધામ મનાય છે. તમે કદાચ જાણતા હશો કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા તેવો ઉલ્લેખ પુરાણોમાં છે.
– એક્સિસ મુંડીને જેને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે. આ સ્થાન રશિયન વૈજ્ઞાનિકાના મતે કૈલાશ પર્વતમાં આવેલું છે.
માનસરોવર અને રાક્ષસ સરોવર :
– આ ૫વિત્ર પર્વતની ઉંચાઇ ૬૭૧૪ મીટર છે. નોંધનીય છે કે કૈલાશ પર્વતના શિખરની આકૃતિ વિશાળ શિવલિંગ જેવી દેખાય છે.
– કૈલાશ પર્વત સિંધ, બ્રહ્મપુત્ર, સતલુજ અને કર્ણાલી જેવી મહાન નદીઓ અને માનસરોવર અને રાક્ષસ સરોવર જેવા પૌરાણિક સરોવરો પણ કૈલાશ પર્વતની આસપાસ જ છે.
– માનસરોવર ઝીલ અને રાક્ષસઝીલ આ બંને ઝીલો સુર્ય અને ચંદ્રના બળોને પ્રદર્શિત કરે છે.
કૈલાશ પર્વતની પરિક્રમા :
– કૈલાશ પર્વત ૪૮ કિમિમાં ફેલાયેલો છે. પરિક્રમાનો માર્ગ પણ ૧૫,૫૦૦થી ૧૯,૫૦૦ ફુટની ઉંચાઇ પર આવેલો છે. ઘોડા કે યાક પર બેસીને બ્રહ્મપુત્ર નદીને ઓળંગીને આ સ્થળે પહોંચાય છે. અહીં પહોચવા પર કૈલાશ પર્વત સાક્ષાત શિવલિંગ સ્વરૂપે દેખાય છે તેથી આ શિખરને હિમરત્ન પણ કહે છે.
ગરમ પાણીના ઝરણા :
અહીં આ ક્ષેત્રમાં ગરમ પાણીના ઝરણા પણ છે. કહેવાય છે કે આ ઝરણાના સ્થાને ભસ્માસુરે તપ કર્યો હતો. અને તે ભસ્મ પણ અહીં જ થયો હતો.
રાક્ષસ તાલ :
– રાક્ષસ તાલ લગભગ ૨૨૫ વર્ગ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે. અહીં રાવણે ભગવાન શિવની તપશ્ચર્યા કરી હોવાનું મનાય છે. આથી તેને રાક્ષસતાલ કહેવાય છે.
અલૌકિક શક્તિ :
– જાણવા મળ્યુ હતું કે કૈલાશ પર્વતની આસપાસ એક અલૌકિકશક્તિ ફરે છે. જેને કારણે તપસ્વીઓ આજે પણ એકબીજા સાથે ટેલીપથી દ્વારા સંપર્ક સાધી શકે છે. કૈલાશ પર્વત એટલે જ પ્રાચીન છે જેટલી આપણી સૃષ્ટિ.
– આ અલૌકિક સ્થળે પ્રકાશના તરંગ અને ધ્વનિ તરંગોના મિશ્રણને કારણે ‘ઓમ’ ની ધ્વની સતત સંભળાય છે.