ભારતીય પુરુષો અંગે અનેક સંશોધન થઇ ચુક્યા છે. જેમાં ભારતીય મર્દને કામુક સ્ત્રીઓ વધુ પસંદ હોય છે, તેમજ સુંદર અને બુધ્ધિશાળી સ્ત્રીઓ જીવનસાથી તરીકે પસંદ કરે છે, આ સાથે પરિવારમાં પણ ભળી જાય તેવી સ્ત્રી પસંદ છે, આ ઉપરાંત પોતાની જીવન સાથી બીજી સ્ત્રીઓ અલગ અને વધુ ગુણી હોવી જોઇએ, સ્ત્રીઓ અલગ અને વધુ ગુણી હોવી જોઇએ, સ્ત્રીઓ વધુ યોગ્ય લાગે છે તેમજ આ ઉપરાંત પણ તેમની કેટલીક ખાસ ઇચ્છાઓ હોય છે જે તે તેની સાથીમાં પૂરી કરવા માંગતો હોય છે.

સ્વાભામાની : કોઇ પુરુષનું દિલ જીતવું હોય તો પોતાની અંદર સ્વાભિમાનને ઉજાગર કરો. પુરુષોને સ્વાભિમાની સ્ત્રીઓ પણ ખૂબ પસંદ આવે છે.

સામાન્ય રીતે આ વાત પુરુષો ક્યારે દર્શાવતા નથી. પરંતુ મનો મન સ્વાભિમાની પાર્ટનરની જ ઇચ્છા ધરાવતા હોય છે.

ફ્લર્ટી સ્ત્રીઓ : પુરુષોને ફ્લર્ટ કરવાવાળી સ્ત્રીઓ પણ ખૂબ ગમે છે. એને લાગે છે કે આ પ્રકારની સ્ત્રીઓ સાથે રહેવાથી તેની વચ્ચેનો પ્રેમ હંમેશા કાયમ રહે છે.

આત્મનિર્ભર : વધુમાં વધુ ભારતીય પુરુષ એવું ઇચ્છે છે કે તેની પાર્ટનર આત્મનિર્ભર હોય, આ પ્રકારે સ્વનિર્ભર સ્ત્રીઓ સાથે રહેવાથી તેનું સન્માન વધે છે તેવુ પણ માને છે.

ઇમાનદારી : દુનિયામાં એવું કોઇ નહિં હોય જેને ઇમાનદાર પાર્ટનર નહિં જોતો હોય દરેક પુરુષ ઇચ્છે છે કે તેની સ્ત્રી તેના પ્રત્યે સંપૂર્ણ ઇમાનદાર હોય…..

સમર્પિત : દરેક પુરુષની ઇચ્છા હોય છે કે તેની પાર્ટનર તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય, તેની સાથે જ રહે અને તેની દરેક વાતનું ધ્યાન રાખે, પુરુષોને દંભી મહિલાઓ જરા પણ પસંદ નથી હોતી. તો આમ પુરુષોની ઇચ્છાઓ જાણી તેવુ વર્તન કરી પુરુષોનું દિલ જીતી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.