સનાતન ધર્મનાં વિવિધ સંસ્કારોનું એક એટલે કાંડુ બાંધવું કોઇપણ શુભ કાર્યના પ્રારંભમાં હવન કરવા સમયે અથવા કોઇ વિશેષ પૂજા દરમિયાન હિન્દુ ધર્મમાં હાથના કાંડા પર લાલ સુતરના દોરા બાંધવાનો રીવાજ છે. આ સંસ્કાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જે રીતે પુજામાં તિલક કરવામાં આવે છે. હવન કુંડમાં સામગ્રી હોમવામાં આવે છે વગેરે જરુરી વિધી જરુરી છે તેમ કાંડુ બાંધવું પણ એટલું જ જરુરી છે.
હંમેશા પૂજા પાઠ કરતાં સમયે આપણાં કાંડા પર લાલ રંગના દોરા બાંધવામાં આવે છે. પરંતુ આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે પંડિત આપણા હાથમાં એ શું કામ બાંધે છે. હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક કાર્યક્રમમાં દોરો બાંધવાની વિધિ હોય છે. ઘરમાં જ્યારે પણ પૂજા હોય છે. તો પંડિત દરેકનાં હાથમાં લાલ સૂતરનો દોરો બાંધે છે. હિન્દુ શાસ્ત્રોમાં એ કાંડુ બાંધવાનું મહત્વ દર્શાવાયું છે.
જેના પ્રમાણે કાંડુ બાંધવાની ત્રિવેદો અને ત્રણ મહાદેવીઓની કૃપા પ્રાપ્ત થાય છે એ મહાદેવીઓ આ પ્રકારે છે પહેલા લક્ષ્મીજી, જેની કૃપાથી ધન-સંપતિ આવે છે. બીજા છે મહાસરસ્વતીજી જેની કૃપાથી વિદ્યા બુધ્ધિ પ્રાપ્ત થાય છે. અને ત્રીજા છે મહાકાળી જેની કૃપાથી મનુષ્યબળ અને શક્તિ પ્રાપ્ત કરે છે.
કાંડા બાંધવામાં આવતા દોરા કંઇ સામાન્ય દોરા નથી એ વિશેષ રુપથી કાચા સૂતરમાંથી બનાવવામાં આવે છે જે અનેક રંગના હોય છે. જેમાં લાલ, કાળો, પીળો, નારંગી જેવા રંગોનો સમાવેશ થાય છે એ પવિત્ર દોરાને હાથ, ગળા, બાવડા અને કમર પર બાંધી શકાય છે.
દોરો બાંધવાથી તમને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ત્રણેય દેવીઓ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. જેનાથી ખરાબ દ્રષ્ટિથી બચી શકાય છે એ સિવાય સ્વાસ્થ્યમાં પણ બરકત રહે છે. કાંડા પર બાંધવાથી વાત, પિત્ત, કફનાં દોષમાં રાહત થાય છે. બ્લડ સરક્યુલેશન, શ્ર્વાસ રોગ, ડાયાબિટીસ, લકવા, જેવી બીમારીથી બચી શકાય છે. તો આ રીતે વિધિવિધાન અને ધાર્મિક નિયમોનું આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે.