તમે વાળને કલર કરાવવાનું વિચારો છો ? પરંતુ હવે વાળને લગાવવામાં આવતી ડાય કે કલર કેમીકલ્સથી ભરપૂર હોય હોય તો કંઇ નવા સમાચાર નથી. ત્યારે લોકો એ કેમીકલ્સથી બચવા વાળમાં મહેંદી લગાવે છે જે વાળને કલર કરવાનું એક કુદરતી તત્વ છે. પરંતુ ઘણા લોકો એવું માને છે કે મહેંદી વાળની ઉપર એક પણ બનાવે છે. જેનાથી વાળ લીચલાં લાગે છે જે વાળનો ગ્રોંથ નથી વધારથી પરંતુ વાળનો વજન વધારે છે. જે વાળ માળે સારું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે મહેંદીના પાન. વાળને સુકા બનાવે છે.
પરંતુ આ દરેક માન્યતાઓને નેવે મુકી આવો જાણીએ કે મહેંદીનો અસરકારક રંગ વાળમાં કઇ રીતે મહેંદીની પેટર્ન આ રીતે ઘરે તૈયાર કરો.
- બે કપ મહેંદી પાઉડર લ્યો પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઇ ગાઠો ના રહે.
- એમાં થોડી માત્રામાં બ્લેક ટી એટલે કે ચા નું ઉકાળેલું પાણી ઉમેરો.
- હવે ૨ ટેબલ સ્પુન કોફી પાઉડર ઉમેરો.
- એક કપ દહિં અને બે ઇંડા ઉમેરો.
- એક કપ બદામ, ઓલીવ અથવા સનફ્લાવરનું તેલ ઉમેરો.
- ગાઠો ન રહે તેમ એક પેસ્ટ તૈયાર કરો.
- આખી રાત તે પેસ્ટને પલળવા દો.
- પછી તેને વાળમાં સરખી રીતે લગાડી દોઢ બે કલાક રહેવા દો.
- હવે નવશેકા પાણીથી વાળ ધોઇ લો.