આસન અને પ્રાણાયામનો પરસ્પર સંબંધ છે અને આ બંને એકબીજાના પૂરક છે. આના દ્વારા ત્રણેય પ્રકારની શક્તિઓને સંતુલિત રાખી શકાય છે. આ બધા જ પ્રકારની પ્રક્રિયાઓનો સંબંધ શરીરમાં આવેલાં આઠ ચક્રો સાથે છે. આધુનિક જીવવિજ્ઞાન અનુસાર ચક્રોનું ધ્યાન વિશેષ ગ્રંથિઓ સાથે છે.

padmasanaઆ ચક્રોના નામ આપવામાં આવ્યા છે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આનાહત, વિશુદ્ધ, આજ્ઞા, ગુરુ અને સહસ્રાર ચક્ર. વર્તમાન જીવવિજ્ઞાન મુજબ આ ચક્રોનું સ્થાન પેલ્વિક પ્લેક્સેસ, કૈરોટેડ, ઈક્કીગેસ્ટ્રિક, મેંડુલા, ઓબ્લૈગાટા તથા બ્રેનની આજુબાજુ હોય છે.

આ ચક્રોમાં પદ્મોની કલ્પના કરવામાં આવી છે અને મનની વૃત્તિઓના પ્રતીક રૃપે કમળદલોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. મૂલાધારમાં ચાર, સ્વાધિષ્ઠાનમાં છ, મણિપુરમાં દસ, આનાહતમાં બાર, વિશુદ્ધમાં સોળ, આજ્ઞામાં બે અને સહસ્રારમાં એક હજાર વૃત્તિઓના પ્રતીક કમલદળોની માન્યતા છે. સાધક હોવાને નાતે આ વૃત્તિઓને શારીરિક – માનસિક અને આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા મનુષ્યના સર્વાંગીણ વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને સરળ પ્રકારનો વ્યાયામ છે.

YogaSquat
યોગાસનોનો પ્રયોગ : મોટા ભાગે આસન બે પ્રકારના હોય છે. એક તો એ કે જેને ધ્યાનાસન કહેવાય છે, જેની ઉપયોગિતા માણસની આધ્યાત્મિક પ્રક્રિયાઓ માટે છે અને બીજા પ્રકારનો એક જેનો ઉપયોગ ચક્રોની શુદ્ધિથી માણસને શારીરિક અને માનસિક સ્વસ્થતા મળે તે માટે કરવામાં આવે છે. દરેક આસન કોઈને કોઈ ચક્રને પ્રભાવિત કરે છે.

આ રીતે આનો પ્રભાવ શરીર અને મન બંને પર એક સાથે પડે છે. હોર્મોન્સને નુકસાન થયું હોય તો આના ઉપયોગથી અનેક ચમત્કારપૂર્ણ પરિવર્તન દેખાય છે.  કેટલાય આચાર્યોનો તો એટલે સુધી અનુભવ છે કે જે આસન કેવળ પુરુષો માટે હોય છે, તેનો પ્રયોગ જો સ્ત્રી પર કરવામાં આવે તો તેમનામાં પુરુષોચિત (પુરુષોવાળા) ગુણ આવવા માંડે છે. કોઈકોઈ પુરુષોની  દાઢી – મૂંછો ઓછી હોવાને કારણે યૌગિક દૃષ્ટિએ વિશેષ ચક્રની દુર્બળતા હોય છે, જેને કારણે હોર્મોન્સનું યોગ્ય ક્ષરણ થતું નથી. આવા લોકો પર પણ જો ઉચિત આસનોનો ઉપયોગ કરવામાં આવે તો તેની પણ કમી પૂરી શકાય છે.

International Yoga Day આ રીતે આસનોનો પ્રયોગ મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના વિકાસ માટે હોય છે. કોઈ એક પક્ષ માટે જ આસનોનો પ્રયોગ ઉચિત ન કહેવાય. તેનો પ્રયોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય શક્તિઓની દૃષ્ટિએ કરવો ઉચિત છે. આ જ કારણે યૌગિક – તાંત્રિક ગ્રંથોમાં લખ્યું છે કે આસનોનો અભ્યાસ યોગની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.