સરકારે એસી કોચમાં મુસાફરોને અપાતા બ્લેન્કેટ લાંબા વખત સુધી ધોવાતા નથી અને તેના આધારે સ્વચ્છતા મામલે ‘કેગ’ દ્વારા ઝાટકણી કાઢવામાં આવતા રેલ્વે નવોજ રસ્તો અપનાવ્યો છે.એસી કોચમાં બ્લેન્કેટ આપવાનું બંધ કરીદેવામાં આવશે તેવી વિચારણાકરી રહી છે.
કેગની આકરી ઝાટકણી પછી રેલ્વે દ્વારા વિવિધ વિકલ્પો પર વિચારણા શરુ કરવામાં આવી હતી.અને છેવટે બ્લેન્કેટ આપવાનું જ બંધ કરવા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી છે.રેલ્વનો તર્ક એવો છે કે બ્લેન્કેટ નિયમિત રીતે ધોવાનું કે સફાય કરવાનું શક્ય નથી.