યુનિક પોર્ટીંગ કોડ જનરેટ થયા બાદ તેના ઉપયોગની સમય મર્યાદામાં બદલાવ કરાયો

લોકોની સગવડતા માટે ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાય દ્વારા થોડા વર્ષો પહેલા મોબાઈલ નંબર પોર્ટેબિલીટીની શરૂઆત કરવામાં આવી હતી. મોબાઈલ નંબર પોર્ટેબિલીટીના માધ્યમથી ગ્રાહક એક ટેલીકોમ કંપની છોડીને અન્ય ટેલીકોમ કંપનીમાં મોબાઈલ નંબર બદલ્યા વગર જઈ શકે છે. આ વ્યવસમાં કેટલીક ખામી હતી. જેનાથી ગ્રાહકોની કંપની બદલવાની રિકવેસ્ટને કંપનીઓ દ્વારા ફગાવવામાં આવતી હતી. દરમિયાન હવે ટ્રાય દ્વારા નવા નિયમો ઘડવામાં આવ્યા છે.

ટ્રાયના નવા નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે.  નવા નિયમો અનુસાર હવે યુનિક પોર્ટીંગ કોડ (યુપીસી) ગ્રાહકને મળશે. જેની સમય મર્યાદા રહેશે. એક જ સર્વિસ એરિયામાં પોર્ટ આઉટ રિકવેસ્ટ માટે ૩ દિવસની સમય મર્યાદા અપાઈ છે જ્યારે એક સર્કલથી બીજા સર્કલમાં જવા માટે સમય મર્યાદા ૫ દિવસની અપાઈ છે.

અલબત કોર્પોરેટ મોબાઈલ કનેકશન ધરાવતા હોય તેમની માટે કોઈપણ જાતની પોર્ટીંગ ટાઈમ લાઈનમાં ફેર થયો નથી. મોબાઈલ ગ્રાહક હવે યુપીસીને જનરેટ કરશે ત્યારબાદ મોબાઈલ નંબર પોર્ટેબિલીટી પ્રોસેસને આગળ ધપાવવામાં આવશે.

7537d2f3 13

નવા નિયમ મુજબ હવે યુપીસી ત્યારે જ જનરેટ થશે જ્યારે ગ્રાહક પોર્ટ આઉટ માટે લાયક હશે. પોસ્ટપેડ મોબાઈલ કનેકશન હોય તેવા કિસ્સામાં જ્યાં સુધી ગ્રાહક આઉટ સ્ટેન્ડીંગ રકમ કંપનીને ભરશે નહીં ત્યાં સુધી તેના નંબરની પોર્ટેબિલીટી માટેની કામગીરી આગળ ધપશે નહીં. કંપનીમાં ૯૦ દિવસ જોડાઈ રહ્યાં હોય તેવા નિયમોમાં પણ ટ્રાય દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીઓ ઘણી વખત કોઈ કારણોસર ગ્રાહકની મોબાઈલ નંબર પોર્ટેબિલીટીની રીકવેસ્ટને સ્વીકારતી નથી. જેના કારણે ગ્રાહકનો સમય વેડફાતો હોય છે. આવા કિસ્સામાં ટ્રાયના નવા નિયમોની અમલવારીને ગ્રાહકો માટે હિતાવહ રહેશે.

મોબાઈલ નંબર પોર્ટેબિલીટી માટે એક વખત યુપીસી જનરેટ યા બાદ તે ચાર દિવસની સમય મર્યાદા સુધી ગ્રાહ્ય ગણવામાં આવશે. જમ્મુ-કાશ્મીર, આસામ અને ર્નોથ ઈસ્ટના કેસમાં આ રિકવેસ્ટ ૩૦ દિવસ સુધી મર્યાદિત રહેશે. એમએનપી રિકવેસ્ટ માટે ગ્રાહકે એડ્રેસ અને આઈડેન્ટી પ્રુફ સબમીટ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.