વાઈન શબ્દ જ એટલો નશીલો છે કે સાંભળતા કે બોલતા જ તેના નશાનો અહેસાસ છે. આ વાઈનના ઇતિહાસમાં જરા ડોકિયું કરીએ અને જાણીએ તેના જાજરમાન વિશ્વવ્યાપી સફર વિષે.
વાઈનની સફર 8000વર્ષ પહેલા પુરાવાઓ પુરાતત્વીઓને મળી આવ્યા છે જેમાં જે વાંસણમાં વાઈન બનાવવામાં આવતી હતી તેના અવશેષો માળી આવતાં તેનું વિવિધ રીતે પૃથ્થકરણ કરવામાં આવ્યું છે, જેના ત્યારના સમયમાં પણ વાઈન બનાવવામાં આવતી હતી તેવું જાણવા મળ્યું છે. જ્યોર્જિયા, ઈરાન, સિસિલી, ચીન, ગ્રીસ, થ્રેન્સ, રોમ વગેરે સ્થળોમાં વાઈન એક લોકપ્રિય પીણું બની ગયું હતું. જેનું મુખ્ય કારણ તેનો નશો હતો. મુખ્યત્વે વાઈન કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે અને તે સમયે પણ તે દ્રાક્ષમાંથી જ બનાવવામાં આવતી હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમ પણ નવા નવા સ્વાદ આવતા ગયા. જેમકે ચીનમાં દ્રાક્ષ સિવાય અન્ય ફળોમાંથી પણ વાઈન બનાવવાનું અને ખાસ તો ચોખા માંથી વાઈન બનવાનું શરુ થયું હતું. જેને રાઈસ વાઈન તરીકે લોકોએ વધાવી હતી.
ધર્મમાં પણ વાઈનનો ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. જેમાં રેડ વાઇનને રક્ત સાથે સરખાવવામાં આવી છે. આ બાબતે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ એવી ઇજિપ્તની સંકૃતિમાં પણ વાઈનનું અસ્તિત્વ ધાર્મિક રીતે દર્શાવ્યું જોવા મળ્યું છે. આ ઉપરાંત ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં પણ ધાર્મિક ઉત્સવના સમયે વાઈનનું સેવન થતું હતું. વિશ્વનો સૌથી પ્રચલિત ધર્મ એટલે ખ્રિસ્તી ધર્મ જેમાં પણ વાઈનને ધાર્મિક સ્વરૂપે સ્થાન મળ્યું છે.
આટલું વાંચ્યા બાદ હવે સવાલ એ થાય કે ત્યારના સમયમાં વાઈન બનતી ક્યાં અને કેવી રીતે? તે વિષે વાત કરીએ તો સૌથી પ્રાચીન વાઇનરી એટલે કે જ્યાં વાઈન બનતી હોય તે જગ્યા અર્મેનિયામાં હતી.જે આશરે 6100 વર્ષ જૂની છે. આ ઉપરાંત ચીન, જ્યોર્જિયા, ઈરાન અને સિસિલીમાં પણ વાઈન બનાવવામાં આવતી હતી.
ભૂમધ્ય સમુદ્રના કિનાર આવેલા સ્થળો જે આજે સીરિયા, લેબાનોન, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન તરીકે ઓળખાય છે ત્યાં પણ વાઈન દરિયાયી માર્ગે પહોંચી હતી. જેનું મુખ્ય કારણ ઇજિપ્તમાં વાઈનની આયાતના સમયે તે દરિયાયી માર્ગેથી પસાર થવાનું આવતું હતું. જ્યાં આજે પણ તે સમયનું રોબર્ટ બેલાર્ડનું વાઇનનું કાર્ગો હયાત છે.
પ્રાચીન રોમમાં વાઈનની આયાત કરવા કરતા સ્થાનિક રીતે વાઇનનું ઉત્પાદન શરુ કરવાનું શરુ થયું હતું. અને આજે પણ ત્યાંના કેટલાક પ્રખ્યા સ્થળો વાઈનની બનાવટ માટે વિશ્વ પ્રસિધ્દ છે. તે સમયે આ બાબત માટે માધ્ય યુરોપ, રોમન કેથોલિક ચર્ચ દ્વારા સહમતી દર્શાવાઈ હતી , જેનું મુખ્ય કારણ તે સમયે વાઈન એક લોકપ્રિય અને પ્રચલિત પીણું બની ગયું હતું અને વધુ લોકો તેને આવકારી રહ્યા હતા. ફ્રાંસમાં પણ વર્ષો સુધી વાઈન બનાવવામાં આવી હતી. જે મન્ક એટલે કે ખ્રિસ્તી સાધુ દ્વારા બનાવવામાં આવતી હતી. 19મી સાદી સુધી પહોંચતા વાઈનના પ્રકારો અને બનાવટમાં અનેક બદલાવો આવ્યા હતા જેમાં વાઈટ વાઈનનો પણ સમાવેશ થાય છે.
વાઈન શબ્દ ક્યાંથી આવ્યો એ બાબતે અનેક ભાષા અને સંસ્કૃતિ વિષે ચર્ચાઓ થતી આવી છે. ઈન્ડો યુરોપિયન ભાષા,પોર્ટો જર્મનીક ભાષા, પોર્ટો-ઇન્ડો-યુરોપીયન, પ્રાચીન ગ્રીક વગેરે ભાષામાં તેનો ઉલ્લેખ દર્શયો છે. આ તો હતી વાઈનની ઐતિહાસિક સફર હવે આવતા અંકમાં તેની એક સુંદર એવી નાપા વેલી વિષે વાત કરીશું તો આવતો અંક વાંચવાનું…