ઈન્ટરનેટ ની મદદ થી તમે કોઈપણ કામ મિનિટ માત્ર માં સમાપ્ત કરી શકો છો. દુનિયામાં એવું એક પણ કાર્ય નથી જે ઇન્ટરનેટની સહાયથી શક્ય નથી પરંતુ જ્યારે ઇન્ટરનેટની માગમાં ઝડપથી વધારો થયો ત્યારે લોકોએ તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને ઇન્ટરનેટ દ્વારા લોકો છેતરપિંડી થી હાનિ પહોચાડવા લાગ્યા. અને ઇન્ટરનેટની સલામતીને ધ્યાન માં રાખીને કેપ્ચાનો ઉપયોગ શરૂ થયો.
– આખરે શું છે આ કેપ્ચા અને શું છે તેનો ઇતિહાસ
કેપ્ચા ને ‘કમ્પ્યૂટેડ ઓટોમેટેડ પબ્લિક ટર્નિંગ ટેસ્ટ ટુ ટેલ હ્યુમન અપાર્ટ’ કહેવાય છે. કેપ્ચાના મદદથી કમ્પ્યુટર એ બાબતની પુષ્ટિ કરે છે કે યુઝર માનવ છે કે નહીં. આ તપાસને કમ્પ્યુટરની મદદથી પૂર્ણ કરી શકાય છે તેથી તેને ‘રીવર્સ ટર્નિંગ ટેસ્ટ’ પણ કહેવાય છે. કેપ્ચા માં આલ્ફાબેટ અને સંખ્યાઓ છે. એક સામાન્ય વ્યક્તિને કેપ્ચા ટેસ્ટ ઉકેલવા માટે ઓછામાં ઓછો 15 સેકન્ડ નો સમય લાગે છે.
– શું છે કેપ્ચા નો ઇતિહાસ:
કેપ્ચા નો ઇતિહાસ વધુ જૂનો નથી. ઇન્ટરનેટના પ્રારંભિક દિવસોમાં ઘણા લોકો પેજ ના ટેકસ્ટ સાથે છળકપટ કરવાના પ્રયાસો કરતા હતા. તેમાંથી બચવા માટે વર્ષ 2000 માં કેપ્ચાની શોધ થઈ હતી. અને તેની શોધ પાછળ ઘણા પ્રકારની વસ્તુઓ સામે આવ હતી. કેપ્ચા નું સામાન્ય સ્વરૂપ વર્ષ 1997 માં બાર આવ્યુ હતું. અને વર્ષ 1997 માં કેપ્ચા ની શોધ બે જુદા જુદા જૂથો એ ભેગા થઈ ને કરી હતી. અને તેથી બન્ને જ તેના શોધખોળ માનવામાં આવે છે. વર્ષ 2003 માં લુઈસ વહુનની ટીમએ તેના વિશે માહિતી આપી હતી અને ત્યારથી આ લોકોની વચ્ચે ખૂબ જ પ્રચલિત થયું છે.
આ છે કેપ્ચાનો ઇતિહાસ – ઇન્ટરનેટની દુનિયામાં આજે હેકિંગની સમસ્યા ખૂબ ઝડપથી ફેલાય રહી છે. હૅકર દરેક સમયે લોકોની મહત્વની જાણકારી હૅક કરવા માટે ત્યાર રહે છે. અને આ હેકર થી બચવા કૅપ્ચા બધા માટે ખૂબ સહાયક છે. કારણકે કોઈ યુઝર જ્યાં સુધી કેપ્ચાના શબ્દને લખતા નથી ત્યાં સુધી યુઝર પેજ ના બીજા ભાગ ને એક્સેસ નથી કરી શકતા તેથી હૅકરોથી બચવા માટે ખૂબ સહાયક છે કેપ્ચાના આવવાથી હેકિંગમાં પણ ખૂબ ઘટાડો થયો છે.