આમ તો સામાન્ય રીતે માણસ થોડા દિવસ પણ ખાધા વિના રહે તો તેના પર વિપરીત અસર પડતી હોય છે પણ ઈંગ્લેન્ડની એક ૧૮ વર્ષીય યુવતીને તે ૧૫ વર્ષની હતી ત્યારે તેને એલ્હર્સ ડેનલોસ સિન્ડ્રોમ (ઈડીએસ)ની બીમારી લાગુ પડતાં તે ત્રણ વર્ષથી અન્નનો દાણો પણ લઈ શકતી નથી તેમ છતાં તે જીિવત છે.
યલીના ગ્રીન નામની યુવતીને તે ૧૫ વર્ષની હતી ત્યારથી જ વિશ્વમાં ભાગ્યે જ જોવા મળતી અેલ્હર્સ ડેનલોસ સિન્ડ્રોમની બીમારી લાગુ પડી હતી તેથી તે છેલ્લાં ત્રણ વર્ષથી અન્નનો દાણો લઈ શકતી નથી. આવી બીમારીને જિનેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે.
આવી બીમારીના કારણે યલીનાના પેટ અને આંતરડાનાે ભાગ કોઈ પણ પ્રકારનું ભોજન પચાવી શકતા નથી. તેથી આવી સમસ્યાના કારણે યલીના ત્રણ વર્ષથી ભૂખી છે તેમ છતાં તેના શરીરમાં જરૂરી ન્યુિટ્રશન પહોંચાડવા માટે નસો દ્વારા તેના શરીરમાં જરૂરી પ્રવાહી નાખવામાં આવે છે, જે તેના વિવધ અંગમાં જતાં તેણે ત્રણ વર્ષથી અન્નનો દાણો પણ લીધો ન હોવા છતાં તે જીવિત છે, જોકે તાજેતરમાં જ યલીનાના ૧૮મા જન્મદિવસ નિમિત્તે તેની ફેવિરટ ચીજનો સ્વાદ ચખાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તે ખાઈ શકતી ન હોવાથી તેણે તેની ફેવરિટ ડિશની ચીજ મોંમાં મૂકી હતી અને તરત જ બહાર કાઢી લીધી હતી.
આ રીતે તેનું મન મનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે યલીનાએ ત્રણ વર્ષથી અન્નનો દાણો આરોગ્યો નથી છતાં તે જીવિત છે તે અંગે તબીબો તેની બીમારી સંલગ્ન અન્ય કારણોની તપાસ કરી રહ્યા છે.