શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે આ તહેવારના 9 દિવસ દરમિયાન માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમજ હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર પર બહોળી સંખ્યામાં લોકો દેવી માતાની ભક્તિ સાથે ઉપવાસ કરે છે. નવરાત્રીમાં વ્રત રાખવું એ માત્ર ધાર્મિક જ નથી પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે.
નવરાત્રી દરમિયાન ઉપવાસ કરતી વખતે સ્વાસ્થ્યને લઈને કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન થોડી બેદરકારી પણ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ત્યારે આ સ્થિતિમાં તમારા માટે નવરાત્રીનું વ્રત રાખવાની સાચી રીતો વિશે જાણવું જરૂરી છે.
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો :
તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જરૂરી છે. આમ કરવાથી શરીરને ડીહાઇડ્રેટ કરશે નહીં. આ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. તેમજ જો શરીર હાઇડ્રેટેડ રહે છે, તો ઇલેક્ટ્રોલાઇટ સંતુલન રહે છે.
ઓઈલી ખોરાક ટાળો :
ઉપવાસ દરમિયાન લોકો વારંવાર તળેલું ખોરાક ખાય છે. પરંતુ તેલયુક્ત વસ્તુઓ નુકસાન પહોંચાડી શકે છે. આનાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે. તેમજ ખાસ કરીને જે લોકો ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત હોય તેમણે ઓઈલ વાળો નાસ્તો ન ખાવો જોઈએ. તેના બદલે ફળ અથવા શક્કરિયા જેવી વસ્તુઓ ખાવી જોઈએ.
લાંબા સમય સુધી ખાલી પેટ પર ન રહો :
કેટલાક લોકો લાંબા સમય સુધી ઉપવાસ દરમિયાન કંઈ પણ ખાતા કે પીતા નથી. તમારે તે નિયમોનું પાલન કરવું જોઈએ. જેનું તમે સંપૂર્ણપણે પાલન કરી શકો છો. આ સાથે વધુ સમય સુધી ખાલી પેટ પર રહેવાથી સમસ્યા થઈ શકે છે. દર 2 થી 3 કલાકે કંઈક ખાવાનું રાખો. ભૂખ્યા રહેવાથી એસિડિટી કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી થાક પણ ઝડપથી લાગે છે.
આ વસ્તુઓ ખાઓ :
જો તમે 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો પ્રોટીનયુક્ત ખોરાક ચોક્કસ ખાવાનું રાખો. તેમજ તમારા આહારમાં ચીઝ, દહીં, દૂધ અને બદામ જેવી વસ્તુઓનો સમાવેશ કરો. આ બધી વસ્તુઓમાંથી તમને ઘણી એનર્જી મળી શકે છે. કારણ કે તે પચવામાં થોડો સમય લે છે, તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.
આ લોકોએ ઉપવાસ ન કરવા જોઈએ :
જે લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ક્ષય, કેન્સર કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય. તેમજ તેમણે સતત 9 દિવસ સુધી ઉપવાસ ન કરવો જોઈએ. તેમજ સગર્ભા સ્ત્રીઓએ પણ 9 દિવસ સુધી ઉપવાસ ન કરવો જોઈએ.