વિશ્ર્વની સાતમી અજાયબી વાહ તાજ…
વૈશ્ર્વિક ધરોહર તાજમહલનો અસલી રંગ જાણવા સાયન્ટીફીક સ્ટડી કરાવશે કેન્દ્ર સરકાર: વડી અદાલતને રિપોર્ટ અપાશે
મુગલ બાદશાહ શાહજહાએ પોતાની પત્ની મુમતાજની યાદમાં ઈ.સ.૧૬૪૮માં તાજમહેલ બનાવ્યો હતો. ઈ.સ.૧૯૮૩માં તાજમહલ યુનેસ્કો દ્વારા વૈશ્ર્વિક ધરોહર જાહેર યો હતો. તાજમહેલને ભારતની ઈસ્લામી કળાનું રત્ન માનવામાં આવે છે. તાજમહેલ સંગેમરમરી બનાવાયો છે. આ મકબરાને આધુનિક વિશ્ર્વની સાત અજાયબી પૈકીની એક ગણવામાં આવે છે. જો કે, તાજમહેલનો ઐશ્ર્વર્ય પ્રદુષણના કારણે ઝાખો પડી રહ્યો છે. તાજમહલ પોતાનો મુળભૂત કલર ગુમાવી રહ્યો છે.
તાજમહલના રંગ અંગે તાજેતરમાં જ દેશની વડી અદાલતે ચિંતા વ્યકત કરી હતી. ત્યારબાદ હવે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યાવરણ મંત્રી મહેશ શર્માએ કહ્યું છે કે, તાજમહેલનો અસલી રંગ જાણવા માટે સાયન્ટીફીક સ્ટડી કરવામાં આવશે અને રિપોર્ટ વડી અદાલતને સુપ્રત કરાશે. જસ્ટીસ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે વૈશ્ર્વિક ધરોહર તાજમહેલના રંગમાં તા ફેરફાર અંગે ચિંતા વ્યકત કરીને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે પર્યાવરણવિદ અરજકર્તા મહેશચંદ્ર મહેતાએ રજૂ કરેલી તસ્વીરોનું અવલોકન કર્યું હતું અને એડિશ્નલ સોલીસીટર જનરલ કે.એન.એસ.નાદકર્ણીને સવાલ કર્યો હતો કે, તાજમહલનો રંગ કેમ બદલાઈ રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સાંસ્કૃતિક અને પર્યાવરણ મંત્રી મહેશ શર્મા પોતાની પાસે તાજમહેલની ૧૦૦ વર્ષ જૂની તસ્વીરો હોવાનું કહી રહ્યાં છે. આ તસ્વીરોની સરખામણીએ તાજમહલને સાફ કર્યા બાદ ખેંચાયેલી તસ્વીરો સો કરવામાં આવશે. જેથી કરીને તાજમહલના પથ્રોના રંગમાં યેલા ફેરફારોને સમજી શકાય. તસ્વીરોનું નિરીક્ષણ સ્પેશ્યલ ગ્લાસ દ્વારા કરવામાં આવશે.
આ મામલે મંત્રી મહેશ શર્માએ જણાવ્યું હતું કે, તાજમહલ પરના સાયન્ટીફીક સ્ટડી બાદ દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે. જેથી કોઈ એમ ના કહે કે, ૧૭મી સદીના આ વારસાનો રંગ પીળો કે કથ્ઈ થઈ રહ્યો છે. આ મુદ્દે કોઈ વિદેશી વિશેષજ્ઞની સલાહ લેવાશે કે કેમ તે મુદ્દે શર્માએ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. તાજમહલના કલરને પ્રદુષણી અસર થઈ હોવાની દલીલ અનેક વખત થઈ છે. વડી અદાલતે અરજીઓને ધ્યાને લઈ તાજમહલનો મુળ રંગ જાણવા માટેની તપાસના આદેશ આપ્યા છે.