બાવળનાં ફાયદા ગણ્યા ગણાય નહીં અને વિણ્યા વિણાય નહીં એટલા છે.

– દાંતના રોગોમાં અકસીર છે. પાથોરીયા હોય કે પછી દાંત દુખતા હોય તો બાળવનાં પૈઇડાને ચાવી જવાથી દુખાવો ગાયબ થઇ જાય છે. સુકા પૈઇડામાંથી ચુર્ણ બનાવીને ડબ્બીમાં ભરવામાં આવે છે અને તેનું દંતમંજન કરી શકાય છે.

– બાવળના પૈઇડા એ ગુટખા ખાવાથી સાંકડું થઇ ગયેલું મોઢું ખોલી આપે છે. પૈઇડાને ગુટખાન જેમ જ દિવસમાં સાતવાર (દર કલાકે) ચાવીને મોઢામાં તેના રસને મોંઢામાં ભરીને અંદર જ મમળાવવો, ૪૫ દિવસની અંદર સંપૂર્ણ મોંઢું ખોલી શકાશે.

– ડાયાબીટીસ આવે તે એટલે સાથે નપુંસકતાને પણ સાથે લઇને આવે છે. આ ડાયાબીટીસ અને નપુસંકતા બંનેને બાવળ એક સાથે દૂર કરે છે. બાવળની લુગદી એ ઘા વાગ્યો હોય તો લગાવવાથી લોહી વહેતું બંધ થઇ જાય છે.

– બહેનોને માસિકને લગતા પ્રોબ્લેમમાં પણ બાવળ ઉપયોગી થાય છે. જેમ કે વધુ પડતુ બ્લીડીંગ થતુ હોય તો બાવળના પૈઇડા અને ગુંદર અટકાવે છે. તેના ઉપરાંત શ્ર્વેતપ્રદરમાં પણ રાહત આપે છે.

– નપુસંકતા અને તેને રીલેટેડ પુરુષોનાં પ્રોબ્લેમમાં પણ બાવળ ઉપયોગી થાય છે. સુતરનું કપડું લઇને લાકડાની ફ્રેમ પર ટાઇટ બાંધી તેના ઉ૫ર બાવળના કુણા પૈઇડા ઘસવા તેનો રસ થઇ જાય. કપડું બરાબર ભિંજાય જાય ત્યારે તે કપડાને સુકાવવા દેવાનું, સુકાય જાય ત્યારબાદ સાચવી રાખવું. જરુર પડે ત્યારે તેમાંથી ચીથરુ ફાડી દુધમાં ઉકાળી ગાળીને ઉપયોગમાં લેવું જેથી નપુસંકતાને લગતું પ્રોબ્લેમનું પણ સોલ્યુશન થઇ જાય છે.

– પૈઇડાના ચુર્ણના કોગળા કરવાથી ગળાનું ઇન્ફેક્શન દૂર થાય છે. સ્કિન ડીસીઝ કે ખરજવા હોય તો તેમાં બાવળનો ગુંદર સારું કામ આપે છે.

– અસ્થમા, શરદી કે કફ હોય તો તેમાં પણ આ ચીજ રામબાણ છે.

– કાંટાળો બાવળ ઝાડામાં કે મરડોમાં પણ ગુણકારી છે.

– આંખ આવી હોય તો પાનની લુગદી બનાવીને આંખ ઉપર રાખી મુકો, ગમે તેવો કંજક્ટીવાઇટીસ હોય તો પણ એક દિવસમાં રાહત થઇ જાય છે.

– વાળ ખરતા હોય તો કે વાળનો કોઇપણ પ્રોબ્લેમ હોય તો હેર વોશ કરવાથી ખરતા વાળ બંધ થઇ જાય છે.

– કાંટાળો બાવળ તાવમાં પણ ઉપયોગી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.