શિવ ભક્તો માટેનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મહાશિવરાત્રીના ઉપવાસ, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ રહેલું છે. શિવભક્તો ભગવાન શિવની આરાધના કરે છે અને આખા દિવસનો ઉપવાસ કરે છે. એવું માનવમાં આવે છે કે ભગવાન શિવનો પ્રિય ભોગ ભાંગ જ છે તેથી તમામ ભક્તોને ભાંગની પ્રસાદી આપવામાં આવે છે. ઘણા લોકો ભાંગનું સેવન નથી કરતા કેમ કે તેમને લાગે છે કે આ એક નશાકારક વસ્તુ છે. પરંતુ વૈજ્ઞાનિક તથ્યો મુજબ ભાંગ કોઈ દારુ કે અન્ય ડ્રગ્સની જેમ નુકસાનકારક નહીં પરંતુ એક પ્રાકૃતિક ઔષધી છે. આપણે સૌ ભાંગને પ્રસાદ તરીકે ગ્રહણ કરીયે છીએ પરંતુ શું તમે જાણો છો ભાંગના ચમત્કારિક ફાયદા શું છે? તો જાણીએ ભાંગના અવનવા ફાયદાઓ વિશે:
ભાંગના ફાયદાઓ:
1. કબજિયાતને કરે છે દૂર:
ભાંગમાં પોપી એસિડ હોય છે, જે ગૈસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની બળતરામાં રાહત આપે છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઇ જાય છે. ભાંગમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ અને મિનરલ્સ પણ રહેલા છે.
2. પાચન ક્રિયામાં ફાયદાકારક:
ભાંગમાં વરિયાળીની માત્રા ખુબ વધારે હોય છે જે શરીરને ઠંડુ રાખે છે. તેની સાથે જ વરિયાળી ગેસની સમસ્યાઓને પણ દૂર કરે છે. ભાંગમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી પાચન-ક્રિયા યોગ્ય બને છે.
3. ઉર્જા આપે છે:
ભાંગમાં ટેટી કે તરબૂચના બીજને પણ મિક્સ કરવામાં આવે છે જે શરીરને તરત જ એનર્જી આપવાનું કામ કરે છે.
4. માથાના દુખાવો દૂર થાય છે:
એક તરફ, ભાંગનુ નું વધારે પ્રમાણમાં સેવનથી માથાનો દુખાવો થઈ શકે છે, જ્યારે માથાનો દુખાવોનો ઉપચાર પણ ભાંગ છે. ભાંગના પાંદડાના રસ કાઢીને, તેની કેટલાક ટીપાં કાનમાં મૂકવાથી માથાનો દુખાવો સંપૂર્ણપણે નાબૂદ થાય છે.
(નોંધ: આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે. કોઈ પણ સંજોગોમાં ડોકટરની સલાહ લેવી. કોઈ પણ દવા ડોકટરની સલાહ અને જાણ બહાર લેવી નહીં. દર્દીની સ્થિતિનો સાચો જાણકાર અને નિર્ણયકર્તા તેને ટ્રીટ કરનાર ડોકટર જ હોય છે)