જાંબુ જેને આપણે રાવણા પણ કહીએ છીએ તે કેટલા ગુણકારી છે તે આપ બધા જાણતા જ હશો જાંબુમાં રહેલા ફાયબર પેટમાં દુખાવો, એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન બરાબર થાય છે તેના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાંના રોગો દૂર થાય છે. જાંબુ અને તેના ઠળિયા આટલા બધા ફાયદાઓ આપી શકતા હોય તો જાંબુનું લાકડું તેનાથી પણ વધુ ગુણકારી છે.
જાંબુના લાકડાનો એક ટુકડાને પાણીની ટાંકીમાં નાખવાના ફાયદા
દરેક વ્યક્તિએ પોતાના ઘરની પાણીની ટાંકીમાં જાંબુનાં લાકડાનો એક ટુકડો અવશ્ય નાખવો, તેનો એક પણ રૂપિયો ખર્ચ થતો નથી અને માત્ર ફાયદો થાય છે. તમારે ફક્ત જાંબુનું લાકડું ઘરે લાવવાનું છે.
પાણીની ટાંકીને સારી રીતે સાફ કરીને જાંબુનું લાકડું પાણીની ટાંકીમાં નાખો પછી તમારે પાણીની ટાંકીને વારંવાર સાફ કરવાની જરૂર નહીં પડે.
શું તમે જાણો છો કે જાંબુનું લાકડું ખૂબ જ નબળું હોવા છતાં હોડીના તળિયે કેમ નાખવામાં આવે છે.
ભારતની વિવિધ નદીઓમાં, બોટના તળિયે જાંબુનું લાકડું નાખવામાં આવે છે હકીકતમાં, બહુ ઓછા લોકો જાણે છે કે જાંબુનું લાકડું એક ચમત્કારિક લાકડું છે. તે પાણીની નીચે સડી જવાથી નુકસાન થતું નથી. બલ્કે તેમાં ચમત્કારિક ગુણ છે. જો તેને પાણીમાં બોળવામાં આવે તો તે પાણીને શુદ્ધ કરે છે અને પાણીમાં કચરો જમા થતો અટકાવે છે. કેટલું આશ્ચર્યજનક છે કે આપણા પૂર્વજો જેમને આપણે અભણ માનીએ છીએ તેઓએ નદીઓને સ્વચ્છ રાખવા અને હોડીને મજબૂત રાખવા માટે આટલો અસરકારક અને સરળ ઉપાય શોધી કાઢ્યો.
જાંબુ જે પેટના દર્દીઓ માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઔષધ છે, જાંબુનું સેવન કરવાથી શરીરમાં લોહીનું શુદ્ધીકરણ થાય છે તે રીતે આપણા વડવાઓ એ હોડીમાં નીચે જાંબુના લાકડાનો ઉપયોગ કરતા જેનાથી નદીઓના પાણી પીવાલાયક અને જંતુમુક્ત રહેતા.
જાંબુના લાકડાનો ઈતિહાસ
વાવની તળેટીમાં 700 વર્ષ પછી પણ જાંબુનું લાકડું બગડ્યું નથી.
તાજેતરમાં જાંબુના લાકડાના ચમત્કારિક પરિણામોના પુરાવા મળી આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન (અગાઉ હિન્દુ મંદિર તરીકે ઉપયોગમાં લેવાતું) ના પગથિયાંની સફાઈ કરવામાં આવી ત્યારે તેની તળેટીમાં જાંબુના લાકડાનું માળખું મળી આવ્યું. ભારતના પુરાતત્વ વિભાગના વડા કે.એન. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આખી વાવ જાંબુના લાકડાના માળખાની ટોચ પર બનાવવામાં આવી હતી. કદાચ એટલે જ આ પગથિયાંનું પાણી 700 વર્ષ પછી પણ મીઠુ છે અને કોઈ પણ પ્રકારના કચરા અને ગંદકીના કારણે વાવના પાણીના સ્ત્રોત બંધ થયા નથી. જ્યારે 700 વર્ષથી તેની સફાઈ પણ થઈ ન હતી.
તમારા ઘરમાં જાંબુના લાકડાનો ઉપયોગ…
જો તમે તમારા અગાસી પરની પાણીની ટાંકીમાં જાંબુનું લાકડું નાખશો તો તમારું પાણી ક્યારેય ખરાબ નહિ થાય. તથા તમારા પાણીમાં વધારાના મિનરલ્સ મળી આવશે અને તેનું TDS બેલેન્સ જળવાય રહેશે. એટલે કે જાંબુ આપણા લોહીને સાફ કરે છે તો જાંબુનું લાકડું પાણીને પણ સાફ કરે છે અને પ્રકૃતિને સ્વચ્છ રાખે છે.