• નોકરી બદલો છો, ત્યારે તમારા પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે

એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્વિચ કરતી વખતે પી.એફ ટ્રાન્સફર કરવુ એ કર્મચારીઓ માટે મોટી સમસ્યા બની જાય છે. પરંતુ હવે નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. પી.એફ (પ્રોવિડન્ટ ફંડ) સંબંધિત નવો નિયમ 1 એપ્રિલ, 2024 થી અમલમાં આવ્યો છે. જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા તો તમે પહેલીવાર નોકરી બદલી છે, તો આ નિયમ જાણવો જરૂરી છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી નોકરી બદલતી વખતે, જૂની કંપનીમાં પીએફના પૈસા નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ હવે આવું કરવું પડશે નહીં. હા, હવે જ્યારે તમે નોકરી બદલો છો, ત્યારે તમારા પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.

યુ.એ.એન.  કેવી રીતે ચેક કરવું? પોર્ટલ પરથી યુ.એ.એન તપાસો

  • સ્ટેપ 1- સૌ પ્રથમ, ઇ.પી.એફ.ઓ   ના ઈન્ટિગ્રેટેડ મેમ્બર પોર્ટલ પર જાઓ અને ’ નો યોર યુ.એ.એન સ્ટેટસ’ વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેપ 2- વિગતો સબમિટ કર્યા પછી, વ્યક્તિઓને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર અધિકૃતતા પિન પ્રાપ્ત થશે.
  • સ્ટેપ 3- પિન દાખલ કરો.
  • સ્ટેપ 4- યુ.એ.એન રજીસ્ટર્ડ ઈમેલ એકાઉન્ટ અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
  • સ્ટેપ 5- ફોન નંબર પરથી યુ.એ.એન નંબર ચેક કરો.યુ.એ.એન પોર્ટલ પર નોંધાયેલા સભ્યો/વ્યક્તિઓ મિસ્ડ કોલ સુવિધા દ્વારા સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

ઇ.પી.એફનો નવો નિયમ 1 એપ્રિલથી અમલમાં આવ્યો છે

નવા નિયમ મુજબ, એક કંપનીમાંથી બીજી કંપનીમાં નોકરી બદલવા પર, પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. હવે આ માટે ફોર્મ 31 બદલવાની જરૂર રહેશે નહીં. જો તમે નાણાકીય વર્ષ 2024-25 માં નોકરી બદલો છો, તો પીએફના નાણાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. એટલે કે જૂની કંપનીના પૈસા તમારી નવી કંપનીના ખાતામાં આપોઆપ આવી જશે.

પી.પી.એફ. ખાતું શું છે?

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના કાર્યક્ષેત્ર હેઠળની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે બચત યોજના છે. ઇ.પી.એફ સ્કીમ મુજબ, કર્મચારી અને કંપની (એમ્પ્લોયર) બંનેએ આ સ્કીમમાં સમાન રકમ જમા કરાવવાની હોય છે. કોઈપણ કર્મચારી નિવૃત્તિ પર આ પૈસા એકસાથે ઉપાડી શકે છે. આમાં કર્મચારી દ્વારા પોતે અને કંપની દ્વારા જમા કરવામાં આવતી કુલ રકમ અને તેના પર મળતું વ્યાજ સામેલ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.