“ચોકલેટ” નું નામ પડે એટલે નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય છે. દિવસ સારો ન ગ્યો હોય, મન ઉદાસ હોય, કોઈ ની સાથે જગડો થયો હોય, કે એમજ મૂડ ઓફ હોય ત્યારે ચોકલેટ ખાવા થી મન માં મીઠાસ આવી જાય છે.
તો આવો આજે ચોકલેટ વિષે થોડું જાણીએ :
ચોકલેટનું મુખ્ય ઇન્ગ્રેડિઅન્ટ કોકો છે. ચોકલેટ નો ઇતિહાસ જાણીએ તો ચોકલેટ ની શોધ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં થયેલી! કોકોનું ઉત્પાદન કરવાની શરૂઆત અમેરિકાના રહેવાસીઓએ કરેલી. તમને ખબર છે ચોકલેટનાં ઉત્પાદન માં પશ્ચિમ આફ્રિકા સૌથી મોખરે છે. પશ્ચિમ આફ્રિકામાં દુનિયાનાં 70 ટકા કોકોનું ઉત્પાદન થાય છે. ભારત માં કોકો નાં ઉત્પાદન ની શરૂઆત ૧૮મી સદી થી થઈ. ભારત માં આંધ્રપ્રદેશ સૌથી વધુ કોકો નું ઉત્પાદન કરે છે.આંધ્રાપ્રદેશ દર વર્ષે 7 હજાર ટન કોકો ઉગાડે છે. આમ ભારત દર વર્ષે ૧૭ હજાર ટન કોકો ઉગાડે છે.
કોકો :
કોકો નું વૃક્ષ ત્રણ – ચાર વર્ષ જૂનું થાય ત્યારે તેના પર ફળ આવે છે. કોકો નાં વૃક્ષ ને આશરે ૧૫ થી ૨૫ ડિગ્રી તાપમાન જોઈએ છે. કોકો નાં વૃક્ષ ને વધારે સારસંભાળ રાખવી પડે છે.
ચોકલેટ મુખ્ય ત્રણ પ્રકાર ની હોઈ છે ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને વાઈટ ચોકલેટ. આ ત્રણ પ્રકાર ની ચોકલેટ બનાવવા જુદી – જુદી માત્રામાં કોકો, બટર, વેનીલા, મિલ્ક અને મિલ્ક પાવડર મિશ્રિત કરવામાં આવે છે.
કોટે ડી’આઇવર દેશ છે જે કોકા નું સૌથી વધુ ઉત્પાદન કરે છે. આ દેશ લગભગ 201 કરોડ કિલોગ્રામ જેટલું કોકા નું ઉત્પાદન કરે છે. ભારત કોકા નાં ઉત્પાદન માં ૧૩મું સ્થાન ધરાવે છે.
ભારતમાં દર વર્ષે ચોકલેટના વપરાશમાં વધારો નોંધાય છે. ૨૦૦૨માં ચોકલેટ નો વાપરસ ૧.૬૪ લાખ ટન હતો જે ૨૦૧૩માં વધી ને ૨.૨૮ લખે પ હોંચી ગયો. આ વધારો આશરે ૧૩% ના દરથી નોંધાયો છે. ભારતમાં ચોકલેટનું માર્કેટ રૂ.11 હજાર કરોડ કરતાં પણ વધારે છે.
આ આર્ટીકલ ગમ્યું હોઈ તો લાઇક કરો શેર કરો અને તમારી મનગમતી ચોકલેટ કમેંટ કરો….