શ્રાવણ વદ પાંચમને નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે.આપણા ત્યાં નાગ નું ખુબ મહત્વ છે.દરેકના કુળમાં પોતાના નાગદેવતા હોયજ છે.જ્યોતિષ તેમજ ધર્મશાસ્ત્રમાં પંચમ તિથિના સ્વામી નાગદેવતા છે.
પહેલાના સમયની વાત છે.એક શેઠાણીને સાત પુત્રો હતા.સૌથી નાના પુત્રની પત્નીશ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી.પરંતુ તેને ભાઈ નહતો.એક દિવસે મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું.બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી.ત્યાજ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી.નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા તે તો નિર્દોષ છે.આથી મોટી વહુ એને ન માર્યો. નાગ પણ બાજુમાં ખસી ગયો.નાગને કહ્યું અમે હમણાં પાછા ફરી તમે અહીંથી જાસો નહિ.આટલું કહી બધા ચાલતા થયા.અને ઘરના કામમાં સપને આપેલું વચન ભુલાઈ ગયું.
તેને જયારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોચી.અને સાપ ત્યાં જ બેસેલો જોઇને બોલી સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે.તેથી જવા દઉં ચુ નહીતો વાત કરવા માટે હુ તને હમણાં જ ડંખ મારી દેતો.તે બોલી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરીધ્યો ત્યારે સાપ બોલ્યો ટે મને ભાઈ કહ્યો છે એટલે તું આજથી મારી બહેન.ત્યારે સાપે કહ્યું બોલ બહેન તારે શું જોઈ એ છે.તો બહેને કહ્યું મારે કઈ નથી જોઈતું બસ મારે ભાઈ નહતો એટલે મને ભાઈ મળી ગયો. ત્યારથી નાગ પાંચમના દિવસે સોન પૂજા કરવામાં આવે છે.