અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ મર્યાદિત પ્રમાણમાં દારૂનું સેવન કરવાથી ડાયબીટીઝ થવાનું જોખમ અમુક અંશે ઓછું થાય છે એવો એક રિસર્ચમા દાવો કર્યો છે. પહેલાં કેટલાક સંશોધનમાં સતત સૂચવ્યું હતું કે થોડા-ખૂબ દારૂનો ઉપયોગ કરવાથી પુરુષો અને સ્ત્રીઓની મદિરા ના પીનારાઓની સરખામણીમાં ડાયબીટીઝનો ખતરો ઓછો થાય છે  પરંતુ જ્યારે દારૂ માર્યાદિત કરતા પણ વધુ માત્રા માં પીવામાં આવે તો ડાયબીટીઝનો ખતરો એટલો વધી પણ જાય છે.

દક્ષિણ ડેનમાર્કના એક યુનિવર્સિટીના નિષ્ણાતોએ દારૂના સેવનની ડાયબીટીઝ પર થતી અસર વિશે તપાસ કરી હતી. આ ડેટા 18 અથવા તેનાથી વધુની વયની લગભગ 70,551 ડેનિસ નાગરિકોની એક સ્વયં-પ્રસ્તુતિ પ્રશ્નો સાથે તેમના જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત પદાર્થો પર આધારિત છે.

આમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, ખૂબ ખૂબ દારૂનો ઉપયોગ કરવાથી લોકોમાં ડાયબીટીઝનું જોખમ રહે છે. દારૂનું સેવન ન કરવાવાળા ની સરખામણીમાં દરેક અઠવાડિયે 14 પેગ પીનારામાં ડાયબીટીઝનું જોખમ 43 ટકા ઓછું થાય છે. જયારે સ્ત્રીઓમાં આ ખતરો 58 ટકા ઓછો થાય છે.

ડેટા પર થી જણાવવા માં આવ્યું છે કે ત્રણ-ચાર દિવસ દારૂનું સેવન કરવાથી ડાયબીટીઝના ખતરામાં પુરુષોમાં 27 ટકા અને સ્ત્રીઓમાં 32 ટકા ઘટાડો થાય છે. દર અઠવાડિયે એકથી છ બીયર પીવાથી ડાયાબિટીઝના ખતરા નું પ્રમાણ પુરુષોમાં 21 ટકા જેટલું ઓછું થાય છે, જ્યારે સ્ત્રીઓ પર તેની કોઈ અસર નથી થતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.