તમે ક્યારેય ફ્લાઇટમાં યાત્રા કરી છે? જો હાં, તો તમને ખબર હશે કે ઉડાણ ભરતાં પહેલા પ્લેનમાં તમારું વજન લેવામાં આવે છે. બની શકે છે તમારા મનમાં ક્યારેય એને જાણવા માટેનો વિચાર આવ્યો હોય પરંતુ એનું કારણ ના ખબર હોય.
પરંતુ આવું કરવા પાછળ શું કારણ હોય છે, ચલો તો આજે અમે તમને જણાવીએ છીએ. બોર્ડ ફ્લાઇટથી પહેલા યાત્રીઓનું વજન ચેક કરવામાં આવે છે. યાત્રીઓને વજન કરવાના મશીન પર પગ મૂકવા માટે કહેવામાં આવે છે કારણ કે ડેટા કલેક્ટ કરવામાં આવી શકે. એરલાઇન્સ આવું એટલા માટે કરે છે કે વજનના આધાર પર એ પોતાની ફ્યૂલની જરૂરીયાતોને નક્કી કરી શકે.
એક ખાલી એરક્રાફ્ટનું વજન બરોબર રીતે જાણવામાં આવે છે. એમાં ડ્રાય ઓપરેટિંગ વેટ પણ સામેલ છે જેમાં પ્લેનમાં સામેલ યાત્રી સુવિધાઓનું વજન પણ બરોબર રીતે જાણી શકાય છે. જેમ કે કેટરિંગ, પેસેન્જર સર્વિસ પેક્સ, ફર્સ્ટ એડ કિટ અને અન્ય ઉપકરણોનું વજન ગણવામાં આવે છે. આ ઉપરાંત વિમાનમાં ભરેલા ઇંધણનું વજન પણ કરવામાં આવે છે.
પરંતુ જેવા યાત્રીઓ વિમાનની અંદર દાખલ થાય છે, વજનની ખબર પડતી નથી. એટલા માટે દરેક એરલાઇન્સનો નિયમ છે ઉડાણ પહેલા એ યાત્રીઓનું વજન ચેક કરતાં રહે.
અલગ અળગ વિમાન કંપનીઓ મહિલાઓ, પુરુષો અને બાળકો માટે અલગ વજન ગણે છે. એમની ટેકનીક પણ અલગ હોય છે જેમાં એ લગેજના વજનનો પણ સમાવેશ કરે છે.
એરલાઇન્સ જાણે છે એરક્રાફ્ટનું વજન કેટલું છે અને એની અંદર શું મૂક્યું છે પરંતુ એમને યાત્રીઓના વજનની જાણ થતી નથી. ઇંધણની જરૂરીયાતોને પૂરી કરવા માટે એરલાઇન્સ યાત્રીઓનું વજન જાણે છે.