સપનાઓ જોવા કોને ન ગમે ? નાનપણમાં આપણે સપનાની દુનિયા કે સ્વપ્ન નગરી તરીકે તેને વિશે કેટ-કેટલીય વાતોને વિચાર કરતા હતા. પરંતુ શું તમે જાણો છો કે સપનાંને વાસ્તવિકતા સાથે થોડો વિચિત્ર સંબંધ રહેલો છે. આપણે આપણાં સપનાઓમાં જોયું જાણેલી વસ્તુઓ જ જાણે-અજાણ્યે જોતાં હોઇએ છીએ. આપણું અર્ધજાગૃત મગજની અંદર આપણાં ભૂતકાળના બનાવો, માન્યતાાઓ, યાદગીરી, કુશળતા વગેરે સંગ્રહાયેલું જ હોય છે જે આપણાં સપનાઓના ઘોડા દોડાવે છે.  વિજ્ઞાનના વિકાસ થવાની સાથે હવે આપણે આપણાં સપનાઓને સારી રીતે અર્થઘટન કરવા સક્ષમ બનાવા પ્રયાસ કરીએ છીએ.

સપનાઓ વિશેની થોડી અદ્ભૂત માહિતી…….

– સપનાઓ ભૂલી જવાય છે. ….

જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઇએ ત્યારે સપનાઓ આવતાં હોય છે. તથા જ્યાં યાદો સંગ્રહાયેલી હોય ત્યાંથી તે એકત્રિત કરી પ્રોસેસ કરવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે સપનાની ૯૦% ભાગ ભૂલી જતા હોય છીએ…..

– આંધળા લોકો પણ સપનાં જોઇ શકે છે.

જે વ્યક્તિ આંખે જોઇ ન શકતો હોય તેવા લોકોને પણ સપનાં આવતાં હોય છે. આ સાંભળવામાં ચોક્કસપણે વિચિત્ર લાગતું હોય પરંતુ તેઓ સપના દ્વારા વસ્તુઓને જોઇ શકે છે. જન્મથી જ અંધ હોય તેવા લોકો કોઇ ચિત્ર જોઇ શકતા નથી પરંતુ તેઓ અવાજ, ગંધ, સ્પર્શ અને લાગણીનો અનુભવ કરતા હોય છે.

– આપણે સપનાઓમાં માત્ર જાણીતા ચહેરા જ જોઇ શકીએ છીએ.

આપણે આપણાં સપનામાં કશું જાણતા ન હોય તેવી કોઇ વસ્તુ શકતા નથી. જે ચહેરા આપણાં જીવનમાં ક્યાંક ને ક્યાંક જોયેલાં જ હોય છે, કેમકે આપણે  રોજ-બરોજના જીવનમાં સેંકડો લોકોના ચહેરા જોતા હોઇએ છીએ.

– સપનાઓને પોતાની સાંકેતિક ભાષા હોય છે.

કોઇ ચોક્કસ વિષય બાબતે સપનાનો અર્થ અસ્પષ્ટ રહેલો છે. દેખીતી રીતે તો આ ખૂબ સરળ લાગે છે. પરંતુ તે હંમેશા કંઇક બન્યું હોય કે બનવાનું હોય કે વ્યક્તિના મનની સ્થિતિ તરફ ઇશારો હોય છે.

– નકારાત્મક લાગણીઓથી ઘેરાયેલાં…..

વ્યક્તિ તેની નિંદ્રામાં ચારેક જેટલા સપનાં જોઇ શકે છે. પરંતુ દરેક સપનું તેની થોડી નકારાત્મક લાગણીથી ઘેરાયેલું હોય છે. માત્ર એકાદ જૂજ કિસ્સામાં તે હકારાત્મક હોય છે.

જાણી ગયા પછી મોટા ભાગનું સપનું ભૂલી ગયા હોવા છતાં સપનામાં કશુંક એવી બાબત રહેલી હોય છે જે આપણાં મગજને થોડાં સમય સુધી તેની  સાથે જકડી રાખતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.