દેશના ટેલિકૉમ સેક્ટરમાં વર્ષ 2018 સુધી લગભગ 30 લાખ લોકોને રોજગાર મળી શકે છે. તેના પાછળના મુખ્ય કારણો દેશમાં 4G ટેક્નોલોજીનું વધતુ ક્ષેત્ર, ડેટા અને ડિજિટલ વૉલટનો વધતો ઉપયોગ અને બજારમાં સ્માર્ટફોનના વધતા ચલણ હોઇ શકે છે. એવામાં કહી શકાય છે કે ટેલિકૉમ સેક્ટરમાં આવનારા સમયમાં વધારે નોકરીઓની સંભાવના રહેશે. તાજેતરમાં ASSOCHAM અને KPMGની સ્ટડીમાં માં દાવો કર્યો છે કે 2018 સુધી ટેલિકૉમ સેક્ટરમાં 30 લાખથી વધારે નોકરી હશે.
આ સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે, હાલમાં ટૅલિકૉમ ક્ષેત્ર એક એવી સ્થિતિમાં છે જ્યાં પ્રતિ ગ્રાહક રેવન્યુમાં ઘટાડો થયા બાદ પણ આધારભૂત સંરચના તથા ટેકનલોજીમાં સુધારા માટે રોકાણ વધારવા મજબૂર છે જેથી તેમની હરિફાઈ બની રહે. 5G અને મશીન ટૂ મશીન જેવી ટેક્નૉલોજીને કારણે વર્ષ 2021 સુધી 8.7 લાખ નોકરીઓની તક ઉભી થશે.
સ્ટડીમાંથી એક વાત સામે આવી કે દેશમાં નવી ટેક્નૉલોજી આવવાથી ટેલિકૉમ સેક્ટરમાં વધારે લોકોની આવશ્યકતા ઉભી થશે, એવું એટલા માટે કેમકે હાલના સમયમાં આ સેક્ટરમાં કામ કરી રહેલા લોકોની સ્કીલ અને સંખ્યા પર્યાપ્ત નથી. સ્ટડી અનુસાર, ”સ્કિલની ખોટને પૂરી કરવાની આવશ્યક્તા છે, જેના માટે સાઇબર સિક્યૉરિટી એક્સપર્ટ્સ, એપ્લિકેશન ડેવલપર્સ, સેલ્સ એક્ઝિક્યુટીવ, ઇંફ્રાસ્ટ્રક્ચર ટેક્નિશયન, હેડસેન્ટ ટેક્નિશયન જેવા સ્કિલ્ડ મેનપાવરની જરૂર પડશે અને સાથે જ હાલની ટેક્નોલોજી પર કામ કરી રહેલા લોકોને અપડેટ કરવા પડશે.”